________________
*
★
*
★
*
*
★
શ્રી ભગવતી સૂત્ર-૫
શતક-૨૪ : ઉદ્દેશક-૨ થી ૧૧ ROORD સંક્ષિપ્ત સાર DOROR
આ દશ ઉદ્દેશકમાં ક્રમશઃ દશભવનપતિમાં ઉત્પન્ન થનારા જીવોની અવગાહના, સ્થિતિ આદિ ઋદ્ધિનું કથન ૨૦ દ્વારથી કર્યું છે.
૪૨
સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા પર્યાપ્ત સંજ્ઞી તિર્યંચ અને સંખ્યાત અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા સંજ્ઞી મનુષ્યો તેમજ અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય, આ પાંચ પ્રકારના પંચેન્દ્રિય જીવો ભવનપતિમાં ઉત્પન્ન થાય છે.
અસંશી તિર્યંચ પંચેન્દ્રિય મરીને ભવનપતિમાં ઉત્પન્ન થાય, ત્યારે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિ પ્રાપ્ત કરે છે. ભવનપતિ દેવ મરીને અસંશી તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે જીવોના નવ ગમકથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ જ થાય છે.
યુગલિક તિર્યંચ અને યુગલિક મનુષ્ય ભવનપતિમાં ઉત્પન્ન થાય ત્યારે જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થાય છે. યુગલિકો દેવભવમાં પોતાના(યુગલિક ભવના) આયુષ્યથી વધુ સ્થિતિ પ્રાપ્ત કરતા નથી. ભવનપતિ દેવ મરીને યુગલિકમાં ઉત્પન્ન થતા નથી. તેથી તે જીવો પણ નવ ગમકથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે ભવ જ કરે છે.
સંશી તિર્યંચ મરીને ભવનપતિમાં ઉત્પન્ન થાય ત્યારે સ્થાનાનુસાર સ્થિતિ પ્રાપ્ત કરે છે. તે નવ ગમકથી જઘન્ય–ર, ઉત્કૃષ્ટ–૮ ભવ કરે છે.
જઘન્ય અનેક માસ અને ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષના આયુષ્યવાળા મનુષ્ય મરીને ભવનપતિમાં ઉત્પન્ન થાય ત્યારે સ્થાનાનુસાર સ્થિતિ પામે. તે નવ ગમકથી જઘન્ય બે, ઉત્કૃષ્ટ આઠ ભવ કરે છે.
આ રીતે દશ ઉદ્દેશકોમાં દશ ભવનપતિમાં ઉત્પન્ન થનારા જીવોનું વિસ્તૃત વિશ્લેષણ છે.
܀܀܀