________________
શતક–૧૩: ઉદ્દેશક-૨
[ ૩૧]
પવિમાનાવાસ છે. કુલ મળીને ૮૪,૯૭,૦૨૩(ચોરાસી લાખ સત્તાણું હજાર ત્રેવીસ) વિમાનાવાસ વૈમાનિક દેવોના છે. વિમાનાવાસોનો વિસ્તાર:- સર્વાર્થસિદ્ધ મહાવિમાન સંખ્યાત યોજન વિસ્તૃત છે. ચાર અનુત્તર વિમાન અસંખ્યાત યોજન પ્રમાણ છે અને અન્ય સર્વ દેવલોકના વિમાનાવાસ સંખ્યાત યોજન અને અસંખ્યાત યોજન વિસ્તૃત છે. લેશ્યા - પહેલા અને બીજા દેવલોકમાં તેજલેશ્યા; ત્રીજા, ચોથા અને પાંચમા દેવલોકમાં પાલેશ્યા છઠ્ઠા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્યત શુક્લલેશ્યા હોય છે.
વૈમાનિક દેવોના વિષયમાં ઉત્પત્તિ, ચ્યવન અને સ્વસ્થાન વિષયક પૂર્વોક્ત પ્રશ્નોમાં અનેક પ્રશ્નોના ઉત્તરો જ્યોતિષી દેવોની સમાન જ છે. જેમાં વિશેષતા છે તેનું કથન સૂત્રમાં કર્યું છે. અવધિજ્ઞાની-અવધિદર્શનીઃ- વૈમાનિકમાંથી અવધિજ્ઞાનીનું ચ્યવન થાય છે પરંતુ તેમાં અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસમાંથી પણ સંખ્યાતા જીવો જ અવધિજ્ઞાન સહિત ચ્યવે છે. તીર્થકર અને અન્ય કોઈક જીવો જ અવધિ જ્ઞાન સાથે ચ્યવે છે અને તે જીવોની સંખ્યા અલ્પ હોય છે. વેદ - પહેલા બે દેવલોકમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ તથા ત્યાર પછીના દેવલોકમાં એક પુરુષવેદ જ હોય છે. તેથી તેની ઉત્પત્તિ અને સત્તામાં એક પુરુષવેદનું કથન છે. પરંતુ દેવલોકમાંથી નીકળી ત્રણે વેદમાં ઉત્પન્ન થઈ શકે છે તેથી ઉદ્વર્તનમાં ત્રણે ય વેદ કહ્યા છે. સંસી :- પ્રથમ બે દેવલોકના દેવો ઍવીને અસંજ્ઞીમાં(પૃથ્વી, પાણી, વનસ્પતિમાં) ઉત્પન્ન થઈ શકે છે. અને ત્યાર પછીના દેવલોકોના દેવોનું ચ્યવન કેવળ સંજ્ઞી જીવોમાં જ થાય છે. તેથી તે દેવોની ઉત્પત્તિ, ચ્યવન અને સ્થાનસ્થિતમાં કેવળ સંજ્ઞી જીવો જ હોય છે. ઉત્પત્તિ અને ચ્યવન સંખ્યા :- પ્રથમ દેવલોકથી આઠમા દેવલોક સુધી તિર્યંચ ઉત્પન્ન થાય છે અને તે દેવો પણ ચ્યવને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. તેથી અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસોમાં અસંખ્યાત જીવોની ઉત્પત્તિ અને ચ્યવન હોય છે.
નવમાં દેવલોકથી ઉપરના દેવલોકોમાં ગર્ભજ મનુષ્યો જ ઉત્પન્ન થાય છે અને તે દેવલોકોના દેવો પણ ગર્ભજ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોવાથી તે દેવલોકોના સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસોમાં ઉત્પત્તિ અને ચ્યવન સંખ્યાતા દેવોનું જ થઈ શકે છે. પરંતુ સ્વસ્થાનમાં સંખ્યાતા યોજન વિસ્તૃત વિમાનાવાસોમાં સંખ્યાતા અને અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસોમાં અસંખ્યાતા દેવો હોય છે. કારણ કે તે દેવોની સ્થિતિ અસંખ્યાત કાલની છે અને તેના તે જીવનકાળ દરમ્યાન એક-એક દેવ ઉત્પન્ન થાય તો પણ અસંખ્યાતા દેવો નવા ઉત્પન્ન થઈ જાય છે. તેથી સ્વસ્થાનમાં અસંખ્યાતા દેવો સદા હોય છે.
નોઇન્દ્રિયોપયુક્ત અને અનંતરોપપત્રક આદિ ચાર, તેમ આ પાંચ બોલમાં ઉત્કૃષ્ટ સંખ્યાતા દેવો જ હોય છે, કારણ કે આ ચારેય બોલનો સદ્ભાવ ઉત્પત્તિના એક, બે કે ત્રણ સમયે જ હોય છે ત્યાર પછી તે બોલ ઇન્દ્રિયોપયુક્ત અને પરંપરાત્પન્નક આદિ રૂપે પરિવર્તિત થઈ જાય છે. પાંચ અનુત્તર-વિમાન – અનુત્તર વિમાનમાં ઉત્પત્તિ, ચ્યવન અને સ્વસ્થાનમાં સમ્યગ્દષ્ટિ જ હોય છે. તેથી કૃષ્ણપાક્ષિક, અભવ્ય અને ત્રણ અજ્ઞાનવાળા જીવો હોતા નથી.