________________
૩૦ |
શ્રી ભગવતી સત્ર-૪
|१३ पंचसुणं भंते ! अणुत्तरविमाणेसुसंखेज्जवित्थडे विमाणे एगसमएणं केवइया अणुत्तरोववाइया देवा उववज्जति, केवइया सुक्कलेस्सा उववज्जति, एवं पुच्छा तहेव?
गोयमा !पंचसुणं अणुत्तरविमाणेसु संखेज्जवित्थडे अणुत्तरविमाणे एगसमएणं जहण्णेणंएक्कोवादोवा तिण्णिवा,उक्कोसेणंसंखेज्जा अणुत्तरोववाइया देवा उववति, एवं जहागेवेज्जविमाणेसुसंखेज्जवित्थडेसु, णवसंकिण्हपक्खिया, अभवसिद्धिया, तिसु अण्णाणेसुएएणउववज्जति,णचर्यत,णपण्णत्तएसुभाणियव्वा,अचरिमा विखोडिज्जति जावसंखेज्जा चरिमा पण्णत्ता, सेसंत चेव । असंखेज्जवित्थडेसु वि एए ण भण्णति, णवरं अचरिमा अत्थि, सेसंजहागेवेज्जएसुअसंखेज्जवित्थडेसु जावअसंखेज्जा अचरिमा પત્તા / શબ્દાર્થ-વેલ્થી = ચ્યવન સંબંધી પાઠ કહેવો જોઈએ વોન્નિતિ-નિષેધ કરાય છે. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવનું ! પાંચ અનુત્તર વિમાનોમાંથી સંખ્યાત યોજન વિસ્તત વિમાનમાં એક સમયમાં કેટલા અનુત્તરોપપાતિક દેવો ઉત્પન્ન થાય છે? કેટલા શુક્લલેશી ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્નો કરવા ?
ઉત્તર- હે ગૌતમ ! પાંચ અનુત્તર વિમાનોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાનમાં એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અનુત્તરોપપાતિક દેવો ઉત્પન્ન થાય છે. જે રીતે સંખ્યાત યોજન વિસ્તૃત રૈવેયક વિમાનોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અહીં સર્વાર્થસિદ્ધ અનુત્તર વિમાન માટે પણ સર્વ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે અહીં કૃષ્ણપાક્ષિક, અભવી અને ત્રણ અજ્ઞાની જીવો ઉત્પન્ન થતા નથી, ચ્યવતા નથી અને સ્વસ્થાનમાં પણ હોતા નથી. ત્રણે સૂત્રોમાં અચરમનો નિષેધ કરવો જોઈએ યાવતુ સંખ્યાતા ચરમ સ્વસ્થાનમાં હોય છે. શેષ સર્વ વર્ણન રૈવેયક દેવોની સમાન છે. અસંખ્યાત યોજન વિસ્તત વિમાનાવાસમાં પણ કૃષ્ણપાક્ષિક આદિ ન કહેવા, પરંતુ તેમાં અચરમનો નિષેધ ન કરવો જોઈએ. અર્થાત્ અસંખ્યાત વિસ્તૃત ચાર અનુત્તર વિમાનોમાં અચરમ સંબંધિત ત્રણે ય આલાપક કહેવા. શેષ સર્વ વર્ણન અસંખ્યાત યોજનવિસ્તૃત રૈવેયકવિમાનોની સમાન કરવું જોઈએ યાવતુ અસંખ્યાતા અચરમ સ્વસ્થાનમાં હોય છે. ત્યાં સુધી કથન કરવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં વૈમાનિકદેવોનાવિમાનાવાસ, તેનો વિસ્તાર, તેમાં ઉત્પત્તિ, ચ્યવન અને સ્થાનસ્થિત જીવો વિષયક વિવિધ દષ્ટિકોણથી વિચારણાઓ કરી છે.
વિમાનાવાસની સંખ્યા આ પ્રમાણે જાણવી– પ્રથમ સૌધર્મ દેવલોકમાં ૩ર લાખ, બીજા ઇશાન દેવલોકમાં ૨૮ લાખ, ત્રીજા સનકુમાર દેવલોકમાં ૧૨ લાખ, ચોથા માહેન્દ્ર દેવલોકમાં ૮ લાખ, પાંચમા બ્રહ્મલોક દેવલોકમાં ૪ લાખ, છઠ્ઠા લાંતક દેવલોકમાં ૫૦ હજાર, સાતમાં મહાશુક્ર દેવલોકમાં ૪૦ હજાર, આઠમા સહસાર દેવલોકમાં ૬ હજાર, નવમાં દસમા આનત-પ્રાણત દેવલોકમાં ૪૦૦ વિમાનાવાસ, અગિયારમા–બારમા આરણ-અત દેવલોકમાં ૩૦૦ વિમાનાવાસ, ગ્રેવેયકની પ્રથમ ત્રિકમાં ૧૧૧ વિમાનાવાસ, દ્વિતીય ત્રિકમાં ૧૦૭ વિમાનાવાસ, તૃતીય ત્રિકમાં ૧૦૦ વિમાનાવાસ, અનુત્તર વિમાનમાં