________________
શતક–૧૩: ઉદ્દેશક-૨
૨૯ ]
ન કરવું જોઈએ. અહીં ત્રણે સુત્રાલાપકમાં અસંજ્ઞીનો પાઠ ન કહેવો જોઈએ. શેષ સર્વ કથન ઈશાન દેવોની સમાન છે. આ જ રીતે સહસાર દેવલોક સુધી કહેવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં વિમાનોની સંખ્યા અને લેશ્યામાં ભિન્નતા છે. ११ आणयपाणएसुणं भंते !कप्पेसुकेवइया विमाणावाससया पण्णत्ता?गोयमा ! चत्तारि विमाणावाससया पण्णत्ता।
तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेजवित्थडा?
गोयमा !संखेज्ज वित्थडा वि, असंखेज्ज वित्थडा वि । एवं संखेज्जवित्थडेसु तिण्णि गमगा जहा सहस्सारे । असंखेज्जवित्थडेसु उववज्जतेसुयचयंतेसुय एवं चेव संखेज्जा भाणियव्वा, पण्णत्तेसु असंखेज्जा । णवस्णोइदियोवउत्ता, अणंतरोववण्णगा, अणंतरागाढगा,अणंतराहारगा,अणंतरपज्जत्तगा य एएसिं जहण्णेणं एक्को वा दो वा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा पण्णत्ता,सेसा असंखेज्जा भाणियव्वा । आरणच्चुएसु एवं चेव जहा आणयपाणएसु, णाणत्तं विमाणेसु । एवं गेवेज्जगा वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આનત-પ્રાણત દેવલોકોમાં કેટલા સો વિમાનાવાસ છે? ઉત્તર- હે ગૌતમ ! ચારસો વિમાનાવાસ છે.
પ્રશ્ન- હે ભગવન્! તે વિમાનાવાસ સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે?
ઉત્તર- હે ગૌતમ ! તે સંખ્યાત યોજન વિસ્તૃત પણ છે અને અસંખ્યાત યોજન વિસ્તૃત પણ છે. સંખ્યાત યોજન વિસ્તૃત વિમાનાવાસોના વિષયમાં સહસાર દેવલોકની સમાન ત્રણ આલાપક કહેવા. અસંખ્યાત યોજન વિસ્તૃત વિમાનોમાં ઉત્પત્તિ અને ચ્યવનના વિષયમાં સંખ્યાતા અને સ્વસ્થાનમાં અસંખ્યાત દેવો હોય છે. તેમાં વિશેષતાએ છે કે નોઇન્દ્રિયોપયુક્ત, અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક અને અનંતરપર્યાપ્ત, આ પાંચે બોલમાં જઘન્ય એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટ સંખ્યાતા દેવો હોય છે અને શેષ બોલોમાં અસંખ્યાત દેવો હોય છે. જે રીતે આનત અને પ્રાણત દેવલોકના વિષયમાં કથન કર્યું તે જ રીતે આરણ અને અત દેવલોકના વિષયમાં પણ કહેવું જોઈએ. માત્ર વિમાનોની સંખ્યામાં અંતર છે. આ જ રીતે રૈવેયક દેવલોકના વિષયમાં પણ કહેવું જોઈએ. १२ कइणं भंते ! अणुत्तरविमाणा पण्णत्ता? गोयमा ! पंच अणुत्तरविमाणा पण्णत्ता।
तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा?गोयमा !संखेज्जवित्थडे य असखेज्जवित्थडाय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અનુત્તર વિમાન કેટલા છે? ઉત્તર- હે ગૌતમ! અનુત્તર વિમાન પાંચ
છે.
પ્રશ્ન- હે ભગવન! તે સંખ્યાત યોજન વિસ્તત છે કે અસંખ્યાત યોજન વિસ્તત છે? ઉત્તર– હે ગૌતમ ! તેમાંથી એક સર્વાર્થસિદ્ધ વિમાન સંખ્યાત યોજન વિસ્તૃત છે અને શેષ ચાર અસંખ્યાત યોજના વિસ્તૃત છે.