________________
| ૨૬ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
પણ એક વેશ્યા, પક્ષ-૨, સંજ્ઞા-૪, સંજ્ઞી-૨, ભવી-૨, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૨, વેદ-૨, કષાય-૪, નોઇન્દ્રિયોપયુક્ત, કાયયોગ અને ઉપયોગ-૨ = ૨૯ બોલ હોય છે. ભવનપતિ દેવોમાં ચાર લેશ્યા હોય છે અને ત્રીજી, પાંચમી નરકમાં બે-બે વેશ્યા હોય છે પરંતુ પ્રત્યેક નારકી દેવતાને જીવન પર્યત એક જ દ્રવ્ય લેશ્યા હોય છે. તે અપેક્ષાની મુખ્યતાએ અહીં નારકી અને દેવોની વક્તવ્યતામાં સર્વત્ર એક જ વેશ્યાની ગણત્રી થાય છે.]
ચક્ષુદર્શન, નંપુસકવેદ, પાંચ ઇન્દ્રિય, મનોયોગ અને વચનયોગ, તે નવ બોલ ઉત્પત્તિ સમયે હોતા નથી.
ઉદ્વર્તના(નીકળતા) સમયે- દેવલોકમાંથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત દેવો નીકળે છે, તે પ્રથમ બોલ છે અને અન્ય ૨૭ બોલ હોય છે. તેમાં વિર્ભાગજ્ઞાન, અવધિજ્ઞાન, અવધિદર્શન, ચક્ષદર્શન, પાંચ ઇન્દ્રિય અને મનોયોગ, વચનયોગ તે ૧૧ બોલ દેવોને(અન્ય ભવના પ્રારંભમાં) ન હોવાથી, ઉદ્વર્તન સમયે તે ૧૧ બોલનો નિષેધ કર્યો છે.
સ્વસ્થાનમાં સંખ્યાત કે અસંખ્યાત દેવો સ્વસ્થાનમાં હોય છે, તે પ્રથમ બોલ છે અને અન્ય ૩ર બોલ છે. કુલ ૩૩ બોલ નિયમા હોય છે. ક્રોધ, માન, માયા, નોઇન્દ્રિયોપયુક્ત અને અસંશી, આ પાંચ બોલની ભજના હોય છે અને નપુસકવેદી જીવો હોતા નથી. તે ઉપરાંત અનંતરોપપન્નક, અનંતરાવગાઢ, અનંતરાહારક, અનંતર પર્યાપ્તની પણ ભજના હોય છે. શેષ છ બોલ પરંપરાવગાઢાદિ નિયમા હોય છે. વાણવ્યંતર દેવોનાં આવાસ, ઉત્પત્તિ આદિ -
६ केवइया णं भते ! वाणमंतरावाससयसहस्सा पण्णत्ता? गोयमा ! असंखेज्जा वाणमंतरावाससयसहस्सा पण्णत्ता । तेणंभंते ! किंसंखेज्जवित्थडा,असंखेज्जवित्थडा? गोयमा !संखेज्जवित्थडा,णोअसंखेज्जवित्थडा। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોના કેટલા લાખ આવાસ છે? ઉત્તર- હે ગૌતમ ! વાણવ્યંતર દેવોના અસંખ્યાત લાખ આવાસ છે.
પ્રશ્ન- હે ભગવન્! તે આવાસ સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે? ઉત્તર- હે ગૌતમ! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે, અસંખ્યાત યોજન વિસ્તૃત નથી. |७ संखेज्जेसुणं भंते ! वाणमंतरावाससयसहस्सेसु एगसमएणं केवइया वाणमंतरा उववज्जति? गोयमा ! जहा असुरकुमाराणं संखेज्जवित्थडेसु तिण्णि गमगा तहेव वाणमतराणवि तिण्णि गमगा भाणियव्वा। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! વાણવ્યંતર દેવોના સંખ્યાત યોજન વિસ્તૃત આવાસોમાં એક સમયમાં કેટલા વાણવ્યંતર દેવો ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! જેમ અસુરકુમાર દેવોના સંખ્યાત યોજન વિસ્તૃત આવાસોના વિષયમાં ત્રણ આલાપક છે, તેમ વાણવ્યંતર દેવોના વિષયમાં પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં વાણવ્યંતરદેવો માટે ઉત્પત્તિ અને ઉદ્વર્તના વિષયક પૂર્વોક્ત ૩૯ બોલ અને