________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૨
૨૭]
વિદ્યમાનતા વિષયક ૪૯ બોલ સંક્ષેપમાં અસુરકુમારની સમાન કહ્યા છે.
વાણવ્યંતર દેવોના આવાસ સંખ્યાત યોજનના જ હોય છે. તેમાં સર્વથી નાના આવાસ(નગર) ભરતક્ષેત્ર પ્રમાણ, મધ્યમ આવાસ મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણ અને સર્વથી મોટા આવાસ જંબુદ્વીપ પ્રમાણ છે. તે સિવાયનું સમસ્ત કથન અસુરકુમારની જેમ સમજવું અર્થાત્ તેમાં ઉત્પત્તિ સમયે ૨૯ બોલ હોય, ઉદ્વર્તના સમયે ૨૭ બોલ હોય અને વિદ્યમાનતામાં ૩૩બોલની નિયમા તથા પાંચ બોલની ભજના અને એક નંપુસકવેદ નથી. જ્યોતિષી દેવોનાં આવાસ, ઉત્પત્તિ આદિ - ८ केवइयाणंभंते !जोइसियविमाणावाससयसहस्सा पण्णत्ता?गोयमा ! असंखेज्जा जोइसियविमाणावाससयसहस्सा पण्णत्ता।
तेणं भंते ! किं संखेज्जवित्थडा असंखेज्जवित्थडा?
गोयमा !जहावाणमंतराणंतहा जोइसियाणंवि तिणि गमगाभाणियव्वा,णवरंएगा तेउलेस्सा। उववज्जतेसुपण्णत्तेसुय असण्णी णत्थि, सेसंतंचेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્યોતિષી દેવોના કેટલા લાખ વિમાનાવાસ છે? ઉત્તર- હે ગૌતમ! જ્યોતિષી દેવોના અસંખ્યાત લાખ વિમાનાવાસ છે.
પ્રશ્ન- હે ભગવન્! તે વિમાનાવાસ સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે?
ઉત્તર– હે ગૌતમ! જેમ વાણવ્યંતર દેવોના વિષયમાં કથન કર્યું છે, તેમ જ્યોતિષી દેવોના વિષયમાં પણ ત્રણ આલાપક કહેવા જોઈએ. તેમાં વિશેષતા એ છે કે જ્યોતિષીઓમાં એક તેજોલેશ્યા જ હોય છે. ઉત્પત્તિ અને સત્તામાં અસંજ્ઞી નથી (ઉદ્વર્તનમાં અસંજ્ઞી હોય છે.) શેષ વર્ણન વાણવ્યંતરની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત એક જ સૂત્રમાં દ્વારા વાણવ્યંતરની જેમ જ્યોતિષી દેવો સંબંધી ૪૯ બોલોનું નિરૂપણ છે.
જ્યોતિષી દેવોનાવિમાન સંખ્યાત યોજનના જ છે. તેમાં ચંદ્ર-સૂર્યના વિમાનની લંબાઈ એક યોજનથી કંઈક ન્યુન છે તથા ગ્રહ, નક્ષત્રના વિમાનો ક્રમશઃ બે ગાઉ અને એક ગાઉના છે. તારાવિમાન અર્ધા ગાઉ પ્રમાણ છે અને સર્વ જ્યોતિષી વિમાનની પહોળાઈ તેની લંબાઇથી અર્ધી છે. તેમાં એક તેજોવેશ્યા જ હોય છે. અસંજ્ઞી જીવો જ્યોતિષીમાં ઉત્પન્ન થતા નથી, તેથી ઉત્પત્તિ અને સ્વસ્થાનમાં તેનો નિષેધ કર્યો છે. તે દેવો મરીને પથ્વી, પાણી, વનસ્પતિમાં પણ ઉત્પન્ન થાય છે, તેથી તેની ઉદ્વર્તનામાં અસંજ્ઞી અને સંજ્ઞી બંને હોય છે, તેમાં ત્રણે વેદ પણ હોય છે. ઉત્પત્તિ સમયે જ્યોતિષી દેવોમાં પૂર્વોક્ત ૩૮ બોલમાંથી ચક્ષુદર્શન, અસંજ્ઞી, નંપુસકવેદ, પાંચ ઇન્દ્રિય, મનોયોગ, વચનયોગ; તે દશ બોલને છોડીને શેષ ૨૮ બોલ હોય છે. ઉદ્વર્તન સમયે- ભવનપતિની સમાન ૨૭ બોલ હોય છે. સ્વસ્થાનમાં—ભવન પતિ દેવોની જેમ ૩૩ બોલની નિયમા હોય છે તથા ક્રોધ, માન, માયા, નોઇન્દ્રિયોપયુક્ત, તે ચાર બોલની ભજના હોય છે તથા અસંજ્ઞી અને નપુંસકવેદ, તે બે બોલ હોતા જ નથી. અનંતરોપપન્નક