________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૨
[ ૨૫]
ઉત્તર- હે ગૌતમ ! નાગકુમારદેવોના ૮૪ લાખ આવાસો કહ્યા છે, વગેર સ્વનિતકુમાર પર્યત કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે જ્યાં જેટલા લાખ ભવન હોય, ત્યાં તેટલા લાખ ભવન કહેવા જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સુત્રોમાં ભવનપતિના આવાસોની સંખ્યા, વિસ્તાર અને ઉત્પત્તિ અને ઉદ્ધવર્તના વિષયક પૂર્વોક્ત ૩૯ પ્રશ્નોત્તર અને વિદ્યમાનતા વિષયક ૪૯ પ્રશ્નોત્તરનું પ્રતિપાદન છે. આવાસ:- અસુરકુમારોના ૬૪ લાખ, નાગકુમારોના ૮૪ લાખ, સુવર્ણકુમારોના ૭૨ લાખ, વાયુકુમારોના ૯૬ લાખ અને દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિધુતકુમાર, સ્વનિતકુમાર અને અગ્નિકુમાર- આ પ્રત્યેકના ૭૬-૭૬ લાખ ભવનો છે. આ રીતે દશ ભવનપતિ દેવોના કુલ ભવનો ૭,૭૨,૦૦,૦૦૦ (સાત ક્રોડ બોતેર લાખ) છે. આવાસ વિસ્તાર :- ભવનપતિ દેવોના આવાસ પણ સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તૃત છે. તેમાં સર્વથી નાના આવાસો જંબૂદ્વીપ પ્રમાણ વિસ્તૃત છે, મધ્યમ સંખ્યાત યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજના વિસ્તૃત છે. વિશેષતા – ઘણા પ્રશ્નોના ઉત્તરો રત્નપ્રભા પૃથ્વીની સમાન છે, તેના કરતાં ભિન્ન જે કાંઈ વિશેષતાઓ છે, તે સૂત્રમાં દર્શાવી છે. યથાવેદ-દેવોમાં સ્ત્રીવેદ અને પુરુષવેદ બે વેદ જ હોય છે, નપુંસકવેદ નથી. તેથી ઉત્પત્તિ અને વિદ્યમાનતાના સુત્રોમાં બે વેદ જ હોય છે. નારકની જેમ ભવનપતિ દેવો મરીને ત્રણ વેદમાં જન્મ ધારણ કરી શકે છે, તેથી ઉદ્વર્તનામાં ત્રણ વેદ હોય છે. અવરં સરળી ૩ષ્યતિ -નારકી મારીને અસંજ્ઞી તિર્યંચ કે અસંજ્ઞી મનુષ્ય તથા એકેન્દ્રિયાદિમાં ઉત્પન્ન થતાં નથી. તેથી ત્યાં ઉદ્ધવર્તનાના બોલોમાં અસંજ્ઞીનું ગ્રહણ કર્યું નથી. પરંતુ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને સૌધર્મ. ઈશાન દેવલોકના દેવો પૃથ્વી, પાણી અને વનસ્પતિમાં ઉત્પન્ન થતાં હોવાથી તેની ઉદ્વર્તનામાં અસંજ્ઞીનું ગ્રહણ કર્યું છે.
દિMળા દિવસળીયા ૩બ્રતિઃ-અસુરકુમારાદિમાંથી નીકળનારા જીવો અવધિજ્ઞાન કે અવધિદર્શન લઈને નીકળતા નથી. હોદથી સિય સ્વિસિય Oિ:- દેવતામાં લોભ કષાય વિશેષ છે, તેથી લોભ કષાયી સદૈવ પ્રાપ્ત થાય છે. શેષ ત્રણ કષાય દેવોમાં અશાશ્વત છે, તેથી જ લોભકષાયી દેવી સંખ્યાત યોજન વિસ્તૃત આવાસોમાં સંખ્યાતા અને અસંખ્યાત યોજન વિસ્તૃત આવાસોમાં અસંખ્યાત હોય છે અને શેષ ત્રણ કષાયી જીવો કદાચિત્ હોય છે. કદાચિત્ હોતા નથી. લેશ્યા - અસુરકુમારાદિ દેવોમાં પ્રથમ ચાર વેશ્યા હોય છે. તેથી તેના જન્મ, મરણ અને સ્વસ્થાન સ્થિત, આ ત્રણે આલાપકોમાં ચાર લેશ્યા હોય છે. ઉત્પત્તિ સમયેઃ- રીતે ભવનપતિ દેવોમાં ઉત્પત્તિ સમયે- ઉત્કૃષ્ટ સંખ્યાત અથવા અસંખ્યાત જીવોની ઉત્પત્તિ હોય છે તે પ્રથમ બોલ છે અને અન્ય ૨૯ બોલ આ પ્રમાણે હોય છે. યથા- ચાર લેશ્યામાંથી કોઈ