________________
શ્રી ભગવતી સન્ન-૪
નૈયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે નીલલેશ્યાના વિષયમાં કથન કર્યું, તે જ રીતે કાપોતલેશ્યાના વિષયમાં કથન કરવું જોઈએ ॥ હે ભગવન્ ! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ 9.11
૨૦
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં કોઈ પણ લેશ્યાવાળા જીવનું અન્ય પ્રશસ્ત કે અપ્રશસ્ત લેશ્યા રૂપે પરિણમન થઈને તે લેશ્યાવાળા નૈયિકોમાં ઉત્પન્ન થવાનું પ્રતિપાદન કર્યું છે.
ભાવલૈશ્યા આત્મપરિણામ સ્વરૂપ છે. જીવોના આત્મપરિણામોમાં પરિવર્તન થયા જ કરે છે. પરિણામનું પરિવર્તન થતાં તેની લેમ્પામાં પણ પરિવર્તન થાય છે. પરિણામ સક્લિષ્ટ થતાં અશુભ લેશ્મા અને પરિણામની વિશુદ્ધિ થતાં શુભ લેશ્યા આવે છે. જીવના ઉત્પત્તિ સ્થાનને યોગ્ય લેશ્યા અંતિમ સમયે અવશ્ય પ્રાપ્ત થાય છે. આ રીતે પોતાના જીવનકાલ દરમ્યાન કોઈ પણ લૈશ્યાના પરિણામવાળો વ અને પરિણામાંતરને પ્રાપ્ત કરતાં કરતાં કૃષ્ણ, નીલ અને કાપોત કોઈપણ લેશ્યાને પ્રાપ્ત કરી નરકમાં તે તે લેશ્યા સ્થાનમાં ઉત્પન્ન થાય છે અર્થાત્ કાપોતલેશ્યાને પ્રાપ્ત કરીને, રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. આ જ રીતે સાતેય નરકમાં તે સ્થાનને યોગ્ય લેશ્યા સમજવી.
|| શતક ૧૩/૧ સંપૂર્ણ ॥