________________
શતક-૧૩ઃ ઉદ્દેશક-૨
[ ૨૧]
જે
શતક-૧૩: ઉદ્દેશક-૨ જેજ સંક્ષિપ્ત સાર આ ઉદ્દેશકમાં ચારે જાતિના દેવોની ઉત્પત્તિ, ઉદ્વર્તન અને વિદ્યમાનતા વિષયક પ્રશ્નોત્તર અને અંતમાં વેશ્યા પરિણમનના વિષયનું નિરૂપણ છે.
મનુષ્ય અને તિર્યંચગતિના જીવો જ દેવ ગતિમાં જઈ શકે છે. તથા પ્રકારના સ્વભાવે નારકી કે દેવ મરીને દેવગતિમાં જતા નથી. દેવગતિમાં જનારા મનુષ્ય અને તિર્યચોમાં પ્રાપ્ત થતા ભાવો(બોલો)ને ૩૯ પ્રશ્નોત્તરના માધ્યમથી સમજાવ્યા છે. * ઉપપાત પરિમાણ, લેશ્યા-૧, પક્ષ-૨, સંજ્ઞા-૪, સંજ્ઞી-૨, ભવ્ય-૨, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૩, વેદ-૩, કષાય-૪, ઇન્દ્રિય-૫, નોઇન્દ્રિય-૧, યોગ-૩, ઉપયોગ-૨. આ ૩૯ બોલ સંબંધી પ્રશ્નો છે. * ભવનપતિના ભવનોનો વિસ્તાર જઘન્ય જંબૂઢીપ પ્રમાણ, મધ્યમ સંખ્યાત યોજન અને ઉત્કૃષ્ટ અસંખ્યાત યોજન છે. તેના આવાસો સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તૃત છે. * વ્યંતરોના નગરોનો વિસ્તાર જઘન્ય ભરતક્ષેત્ર પ્રમાણ, મધ્યમ મહાવિદેહ ક્ષેત્ર પ્રમાણ અને ઉત્કૃષ્ટ જંબૂદ્વીપ પ્રમાણ છે. તેના અસંખ્યાત આવાસો છે અને તે સંખ્યાત યોજન વિસ્તૃત છે. * જ્યોતિષી દેવોના વિમાનો અસંખ્યાત છે, તે કંઈક ન્યૂન એક યોજન વિસ્તૃત છે. * વૈમાનિક દેવોના વિમાનોમાં સર્વાર્થસિદ્ધ વિમાન સંખ્યાત યોજન અને શેષ સર્વ દેવલોક અસંખ્યાત યોજન વિસ્તૃત છે. તેના વિમાનાવાસ સંખ્યાત અને અસંખ્યાત યોજન વિસ્તૃત છે. * ઉત્પત્તિ- ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને એકથી આઠ દેવલોકમાં એક સમયમાં જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત દેવો ઉત્પન્ન થાય છે, નવમા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્યત ઉત્કૃષ્ટ સંખ્યાતા દેવો જ ઉત્પન્ન થાય છે કારણ કે ગર્ભજ મનુષ્યો જ ત્યાં ઉત્પન્ન થાય છે અને તે જીવો સંખ્યાતા જ હોય છે. ભવનપતિ, વ્યંતરમાં ચાર વેશ્યા; જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકમાં તેજો વેશ્યા; ત્રીજા, ચોથા, પાંચમા દેવલોકમાં પાલેશ્યા અને ત્યાર પછીના દેવલોકમાં શુક્લ શ્યાવાળા જીવો ઉત્પન્ન થાય છે. પાંચ અનુત્તર વિમાનને છોડીને શેષ સ્થાનમાં કૃષ્ણપક્ષી અને શુક્લપક્ષી બંને પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે અને પાંચ અનુત્તર વિમાનમાં એકાંત શુક્લપક્ષી જીવો ઉત્પન્ન થાય છે. અસંજ્ઞી જીવો ભવનપતિ અને વ્યંતરમાં જ ઉત્પન્ન થાય છે, ઉત્પત્તિ સમયે તે અસંજ્ઞી હોય છે; શેષ સ્થાનમાં અસંજ્ઞી ઉત્પન્ન થતા નથી. તેથી તે સ્થાનમાં ઉત્પત્તિ સમયે સંજ્ઞી જ હોય છે. અભવી જીવો, ત્રણ અજ્ઞાની, મિથ્યાદષ્ટિ અને અચરમ જીવો અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થતા નથી.
દેવલોકમાં નપુંસકવેદન હોવાથી ત્યાં તે જીવોની ઉત્પત્તિ થતી નથી. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને પ્રથમ બે દેવલોકમાં સ્ત્રીવેદી, પુરુષવેદી જીવો અને ત્રીજા દેવલોકથી સર્વાર્થસિદ્ધ વિમાન પર્વતના દેવલોકોમાં એક પુરુષવેદી જીવો જ હોય છે. ચક્ષુદર્શન, પાંચ ઇન્દ્રિય, મનોયોગ અને વચનયોગ સહિત કોઈ પણ જીવની કોઈ પણ સ્થાનમાં ઉત્પત્તિ થતી નથી. તે પર્યાપ્તાવસ્થા પ્રાયોગ્ય બોલ છે. તેને છોડીને શેષ બોલ સહિત જીવની ઉત્પત્તિ થાય છે. * ઉદ્ધર્તના- દેવલોકમાંથી ચ્યવીને તે દેવ મનુષ્ય અને તિર્યંચગતિને પ્રાપ્ત કરી શકે છે. તેથી