________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૧
[ ૧૭ ]
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંહેના સંખ્યાત યોજના વિસ્તૃત નરકાવાસોમાંથી શું સમ્યગ્ દષ્ટિ નૈરયિકો નીકળે છે? ઇત્યાદિ પ્રશ્ન.
ઉત્તર- હે ગૌતમ ! પૂર્વવત્ જાણવું જોઈએ અર્થાત્ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ નૈરયિકો નીકળે છે પરંતુ મિશ્રદષ્ટિ નરયિકો નીકળતા નથી. १७ इमीसेणंभंते !रयणप्पभाए पुढवीएतीसाएणिरयावाससयसहस्सेसुसंखेज्जवित्थडा णरगा किं सम्मदिट्ठीहिं णेरइएहिं अविरहिया? मिच्छादिट्ठीहिं णेरइएहिं अविरहिया? सम्मामिच्छादिट्ठीहिं णेरइएहिं अविरहिया? ___गोयमा ! सम्मदिट्ठीहिं वि णेरइएहिं अविरहिया, मिच्छादिट्ठीहिं विणेरइएहिं अविरहिया, सम्मामिच्छादिट्ठीहिं णेरइएहिं अविरहिया विरहिया वा । एवं असंखेज्जवित्थडेसुवि तिण्णि गमगा भाणियव्वा । एवं सक्करप्पभाए वि, एवं जावतमाए वि। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી સંખ્યાત યોજના વિસ્તૃત નરકાવાસો, શું સમ્યગુદષ્ટિ નૈરયિકોથી અવિરહિત (સહિત) છે, મિથ્યાદષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે અને સમ્યગુ મિથ્યા દષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે? અર્થાતુ રત્નપ્રભા પૃથ્વીમાં હંમેશા સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિશ્રદષ્ટિવાળા નૈરયિકો હોય છે?
ઉત્તર– હે ગૌતમ! સમ્યગુદૃષ્ટિ અને મિથ્યાદષ્ટિ નૈરયિકોથી અવિરહિત છે, પ્રથમ નરકમાં આ બંને દષ્ટિવાળા જીવો હંમેશાં હોય છે. મિશ્રદષ્ટિ નૈરયિકો કદાચિતુ હોય અને કદાચિત્ હોતા નથી. આ જ રીતે અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોના વિષયમાં પણ ત્રણ સુત્રોનું કથન કરવું જોઈએ. આ જ રીતે શર્કરા પ્રભાથી તમઃપ્રભા પૃથ્વી પર્યત કથન કરવું જોઈએ.
१८ अहेसत्तमाए णं भंते ! पुढवीए पंचसु अणुत्तरेसु महइमहालएसु महाणिरएसु संखेज्जवित्थडे णरए किं सम्मदिट्ठीणेरइया उववज्जति, पुच्छा? ___ गोयमा ! सम्मदिट्ठी णेरइया ण उववज्जति, मिच्छादिट्ठी णेरइया उववज्जंति, सम्मामिच्छादिट्ठीणेरड्या ण उववज्जति, एवं उव्वदृति वि, अविरहिए जहेव रयणप्पभा। एवं असंखेज्जवित्थडेसुवि तिण्णि गमगा।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વીના પાંચ અનુત્તર, મહત્તમ, મહા-નરકાવાસમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસમાં શું સમ્યગુદષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર-હે ગૌતમ! સમ્યગુદષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થતા નથી, મિથ્યા દષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે, મિશ્ર દષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થતા નથી. આ જ રીતે ઉદ્વર્તના વિષયક કથન કરવું જોઈએ. વિદ્યમાનતાના વિષયમાં રત્નપ્રભા પૃથ્વીની સમાન મિથ્યાદષ્ટિ આદિ દ્વારા અવિરહિત હોય છે અર્થાતુ મિથ્યાદષ્ટિ અને સમ્યગુદષ્ટિ જીવો હંમેશાં હોય છે. અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસના વિષયમાં પણ પૂર્વવત્ ત્રણ સૂત્રો કહેવા જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સાતે નરકના નરકાવાસોમાં ત્રણ દષ્ટિની અપેક્ષાએ નૈરયિકોની ઉત્પત્તિ, મરણ