________________
૧૬ ]
શ્રી ભગવતી સત્ર-૪
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બીજીથી સાતમી નરક સુધીનું નિરૂપણ છે. તેમાં નરકાવાસોની સંખ્યા, તેનો વિસ્તાર અને તેમાં નૈરયિકોની ઉત્પત્તિ, મરણ અને વિદ્યમાનતા વિષયક પ્રશ્નોત્તર છે. બીજી શર્કરપ્રભા નરકમાં રપ લાખ નરકાવાસ છે. અસંજ્ઞી તિર્યંચ પ્રથમ નરકમાં જ ઉત્પન્ન થાય છે. તેથી દ્વિતીયાદિ નરકોમાં ઉત્પત્તિ, મરણ અને વિદ્યમાનતામાં અસંજ્ઞી નથી. શેષ સર્વ પ્રશ્નના ઉત્તરો રત્નપ્રભા પૃથ્વીની સમાન જાણવા. ત્રીજી વાલુકાપ્રભા નરકમાં ૧૫ લાખ નરકાવાસ છે. તેમાં કાપોત અને નીલ તે બંને વેશ્યા હોય છે. શેષ કથન શર્કરા પ્રભાની સમાન જાણવું. ચોથી પંકપ્રભા નરકમાં દશ લાખ નરકાવાસ છે. તેમાં નીલલેશ્યા હોય છે. ત્યાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉદ્વર્તતા નથી. કારણ કે નરકમાંથી અવધિજ્ઞાની અને અવધિદર્શનીનું ઉદ્વર્તન પ્રાયઃ તીર્થકરની અપેક્ષાએ છે અને ચોથી નરકથી નીકળેલા જીવો તીર્થકર થઈ શકતા નથી ત્યાંથી નીકળનારા અન્ય જીવો પણ ત્યાંથી અવધિજ્ઞાન અને અવધિદર્શન લઈને નીકળતા નથી. શેષ સર્વ કથન પૂર્વવત્ છે. પાંચમી ધૂમપ્રભા નરકમાં ત્રણ લાખ નરકાવાસ છે. છઠ્ઠી તમઃ પ્રભા નરકમાં પાંચ જૂન એક લાખ અર્થાત્ તેમાં ૯૯,૯૯૫ નરકાવાસ છે. બંનેનું કથન પંકપ્રભાની સમાન જાણવું જોઈએ. ધૂમપ્રભામાં નીલ અને કૃષ્ણ તે બે વેશ્યા હોય છે. તમપ્રભામાં એક કૃષ્ણ લેશ્યા હોય છે. સાતમી અધઃસપ્તમ નરકમાં મિથ્યાત્વી જીવો જ ઉત્પન્ન થાય છે. ત્યાંથી નીકળનાર જીવો પણ મિથ્યાત્વી જ હોય છે. સાતમી નરકમાં ઉત્પન્ન થયા પછી કોઈ જીવ સમકિત પ્રાપ્ત કરી શકે છે તે અપેક્ષાએ ત્યાં ત્રણ જ્ઞાનની વિદ્યમાનતા સંભવિત છે. ઉત્પત્તિ અને ઉર્તનામાં એકાંત મિથ્યાત્વી હોય છે. નૈરયિકોમાં દષ્ટિ -
१५ इमीसेणं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसुणरएसु किं सम्मदिट्ठी णेरइया उववज्जति, मिच्छादिट्ठी णेरइया उववज्जति, सम्मामिच्छादिट्ठी णेरइया उववज्जति?
गोयमा !सम्मदिट्ठी विणेरइया उववति, मिच्छादिट्ठी विणेरइया उववज्जति, णो सम्मामिच्छादिट्ठीणेरइया उववति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાં સમ્યગુદષ્ટિનૈરયિકો ઉત્પન્ન થાય છે, મિથ્યાદષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે કે મિશ્રદષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ! સમ્યગુ દષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે, મિથ્યા દષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય છે, પરંતુ મિશ્રદષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થતા નથી. १६ इमीसे णं भंते ! रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु संखेज्जवित्थडेसुणरएसु किं सम्मदिट्ठी णेरइया उव्वदृति, पुच्छा? गोयमा ! एवं चेव ।