________________
શતક-૧૩: ઉદ્દેશક-૧
[ ૧૫]
ઉદ્વર્તતા નથી. શેષ કથન પૂર્વવત્ છે.
११ धूमप्पभाए णं भंते !पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता? गोयमा! तिण्णि णिरयावाससयसहस्सा । एवं जहा पकप्पभाए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ધુમપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે? ઉત્તર- હે ગૌતમ! ત્રણ લાખ નરકાવાસ છે. જે રીતે પંકપ્રભાના વિષયમાં કહ્યું, તે જ રીતે અહીં પણ કથન કરવું જોઈએ. १२ तमाए णं भंते ! पुढवीए केवइया णिरयावास सयसहस्सा पण्णत्ता? गोयमा ! एगेपचूणेणिरयावाससयसहस्सेपण्णत्ते। सेसजहा पकप्पभाए। ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! તમપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે? ઉત્તર-હે ગૌતમ! પાંચ ન્યૂન એક લાખ નરકાવાસ છે. શેષ સર્વ કથન પંકપ્રભાની સમાન જાણવું જોઈએ. १३ अहेसत्तमाए णं भंते ! पुढवीए कइ अणुत्तरा महइमहालया महाणिरया पण्णत्ता? गोयमा ! पच अणुत्तरा जाव अपइट्ठाणे।
तेणं भते! किंसंखेज्जवित्थडा,असंखेज्जवित्थडा? गोयमा !खेज्जवित्थडेय असंखेज्जवित्थडाय। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વીમાં કેટલા અનુત્તર અને મહત્તમ મહાનરકાવાસ કહ્યા છે?
ઉત્તર- હે ગૌતમ! અનુત્તર અને મહત્તમ પાંચ મહાનરકાવાસ છે. યથા– કાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન.
પ્રશ્ન- હે ભગવન્! તે સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે?
ઉત્તર-હે ગૌતમ! એક અપ્રતિષ્ઠાન નરકાવાસ સંખ્યાત યોજનવિસ્તૃત છે અને શેષ ચાર નરકાવાસ અસંખ્યાત યોજન વિસ્તૃત છે. १४ अहेसत्तमाए णं भंते ! पुढवीए पंचसु अणुत्तरेसु महइमहालएसु महाणिरएसु संखेज्जवित्थडे णरए एगसमएणं केवइया णेरइया उववति?
गोयमा ! जहा पंकप्पभाए, णवरं तिसुणाणेसु ण उववज्जति, ण उव्वदृति, पण्णत्तएसुतहेव अत्थि, एवं असंखेज्जवित्थडेसुवि, णवरं असंखेज्जा भाणियव्वा। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! અધઃસપ્તમ પૃથ્વીના પાંચ અનુત્તર અને મહત્તમ મહાનરકાવાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તૃત અપ્રતિષ્ઠાન નરકાવાસમાં એક સમયમાં કેટલા નૈરયિકો ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! જે રીતે પંકપ્રભાના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અહીં પણ કથન કરવું જોઈએ, વિશેષતા એ છે કે અહીં ત્રણ જ્ઞાનવાળા જીવો ઉત્પન્ન થતા નથી અને નીકળતા પણ નથી, પરંતુ સ્થાનસ્થિત આ પાંચ નરકાવાસોના નૈરયિકોમાં રત્નપ્રભા પૃથ્વીની સમાન ત્રણ જ્ઞાની પ્રાપ્ત થાય છે. જે રીતે સંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોના વિષયમાં કથન કર્યું, તે જ રીતે અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોના વિષયમાં પણ કથન કરવું જોઈએ. ત્યાં અસંખ્યાત નૈરયિકો કહેવા જોઈએ.