________________
[ ૧૪ |
શ્રી ભગવતી સત્ર-૪
અને સ્થાનસ્થિત સંબંધી નિરૂપણ છે.
ઓMિાળા ગોહિવંસળી સંજ્ઞા ૩બ્રક્વેચ્છા-અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાતા નીકળે છે. નરકથી નીકળતા(ઉદ્વર્તન પામતા) અવધિજ્ઞાની, અવધિદર્શની ગર્ભજ મનુષ્યોમાં જ ઉત્પન્ન થાય છે. ગર્ભજ મનુષ્યો સંખ્યાતા જ હોય છે. તેથી અસંખ્યાત યોજન વિસ્તૃત નરકાવાસોમાંથી પણ અવધિજ્ઞાની અને અવધિદર્શની જીવો ઉત્કૃષ્ટ સંખ્યાતા જ નીકળે(મરણપામે) છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં ઉત્પન્ન થતાં નારકો બે જ્ઞાન અથવા બે અજ્ઞાન લઈને નીકળે છે. બીજીથી સાતમી નરક સુધીમાં ઉત્પત્તિ આદિ
८ सक्करप्पभाएणं भते!पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता?गोयमा! पणवीसंणिरयावाससयसहस्सा पण्णत्ता।
तेणं भते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा? गोयमा !जहा रयणप्पभाए तहा सक्करप्पभाए वि । णवर असण्णी तिसुविगमएसुण भण्णइ, सेसतचेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! શર્કરા પ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે? ઉત્તર- હે ગૌતમ ! બીજી નરકમાં પચ્ચીસ લાખ નરકાવાસ છે.
પ્રશ્ન- હે ભગવન્! તે નરકાવાસ શું સંખ્યાત યોજન વિસ્તૃત છે કે અસંખ્યાત યોજન વિસ્તૃત છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે રત્નપ્રભા પૃથ્વીના વિષયમાં કથન કર્યું, તે જ રીતે શર્કરાખભાના વિષયમાં પણ કથન કરવું જોઈએ પરંતુ ઉત્પાદુ, ઉદ્વર્તના અને સત્તા, આ ત્રણે સૂત્રોમાં 'અસંજ્ઞી'નું કથન ન કરવું. શેષ કથન પૂર્વવત્ છે. | ९ वालुयप्पभाएणं भंते ! पुढवीए केवइया निरयावाससयसहस्सा पण्णत्ता?
गोयमा ! पण्णरस णिरयावाससयसहस्सा पण्णत्ता । सेसंजहा सक्करप्पभाए, णाणलेसासु, लेसाओ जहा पढमसए । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વાલુકાપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે?
ઉત્તર- હે ગૌતમ! વાલુકાપ્રભામાં પંદરલાખ નરકાવાસ છે. શેષ સર્વ કથન શર્કરાપભાની સમાન કહેવું જોઈએ. અહીં વેશ્યાના વિષયમાં વિશેષતા છે. વેશ્યાનું કથન પ્રથમ શતકના દ્વિતીય ઉદ્દેશકની સમાન કહેવું જોઈએ. १० पंकप्पभाए णं भंते ! पुढवीए केवइया णिरयावाससयसहस्सा पण्णत्ता?
गोयमा ! दस णिरयावाससयसहस्सा पण्णत्ता । एवं जहा सक्करप्पभाए, णवरं ओहिणाणी ओहिदसणी य ण उव्वटृति, सेसंतंचेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! પંકપ્રભા પૃથ્વીમાં કેટલા નરકાવાસ છે?
ઉત્તર- હે ગૌતમ! દશ લાખ નરકાવાસ છે. જે રીતે શર્કરાપ્રભા પૃથ્વીના વિષયમાં કથન કર્યું છે, તે જ રીતે અહીં પણ કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે અહીંથી અવધિજ્ઞાની અને અવધિદર્શની