________________
શતક્ર–૧૩: ઉદ્દેશક-૧
( ૧૧
|
નરયિકની સમાન કદાચિતું હોય છે, કદાચિત્ હોતા નથી. (૩૫–૩૯) મનયોગીથી અનાકારોપયોગ પર્યંતના નૈરયિકો સંખ્યાત હોય છે. (૪૦) અનંતરોપપક નૈરયિકો કદાચિત્ હોય છે, કદાચિત્ હોતા નથી. જો હોય તો અસંજ્ઞી જીવોની સમાન એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત હોય છે. (૪૧) પરંપરોપપન્નક નૈરયિકો સંખ્યાત હોય છે. જે રીતે અનંતરોપપન્નકનું કથન કર્યું, તે જ રીતે (૪૨) અનંતરાવગાઢ (૪૩) અનંતરાહોરાક (૪૪) અનંતર પર્યાપ્તકનું કથન કરવું જોઈએ. જે રીતે પરંપરોપપન્નકનું કથન કર્યું છે, તે જ રીતે (૪૫) પરંપરાવગાઢ(૪૬) પરંપરાહારક (૪૭) પરંપરપર્યાપ્તક (૪૮) ચરમ અને (૪૯) અચરમનું કથન કરવું જોઈએ. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સ્થાન સ્થિત નૈરયિકો વિષયક ૪૯ પ્રશ્નોત્તર છે. તેમાં ૩૯ પ્રશ્ન પૂર્વવત્ છે. દશ નવા પ્રશ્નો છે.
(૧) અનતરોત્પન્નકઃ-જે નારકી ઉત્પત્તિના પ્રથમ સમયમાં જ વર્તતા હોય તેને અનંતરોપપત્રક કહે છે. (૨) પરંપરાત્પન્નક - જે નારકી ઉત્પત્તિના બીજા, ત્રીજા આદિ સમયમાં વર્તતા હોય તેને પરંપરોપપન્નક કહે છે. (૩) અનતરાવગાઢ:- કોઈ વિવક્ષિત ક્ષેત્રમાં પ્રથમ સમયમાં રહેલા (અવગાહન કરીને સ્થિત) જીવોને અનંતરાવગાઢ કહે છે. (૪) પરંપરાવગાઢ:- વિવક્ષિત ક્ષેત્રમાં દ્વિતીયાદિ સમયમાં રહેલા જીવોને પરંપરાવગાઢ કહે છે. (૫) અનંતરાહારક - આહાર ગ્રહણ કરવાના પ્રથમ સમયમાં જે વર્તતા હોય તેને અનંતરાહારક કહે છે. (૬) પરંપરાહારક - આહાર ગ્રહણ કરવાના દ્વિતીયાદિ સમયમાં જે વર્તતા હોય તેને પરંપરાહારક કહે છે. (૭) અનંતર પર્યાપ્તક :- પર્યાપ્તાવસ્થાના પ્રથમ સમયમાં સ્થિત જીવને અનંતર-પર્યાપ્તક કહે છે. (૮) પરંપર-પર્યાપ્તક - પર્યાપ્તાવસ્થાના દ્વિતીયાદિ સમયમાં સ્થિત જીવને પરંપર-પર્યાપ્તક કહે છે. (૯) ચરમ-નૈરયિક - જેનો અંતિમ નરકભવ હોય તેને ચરમ નૈરયિક કહે છે. (૧૦) અચરમ-નૈરયિક - જેનો નરકભવ અંતિમ ન હોય તેને અચરમ નૈરયિક કહે છે. અસંશી આદિની ભજના:-અસંજ્ઞી તિર્યંચ મરીને પ્રથમ નરકમાં ઉત્પન્ન થાય ત્યારે તે અપર્યાપ્તાવસ્થામાં અલ્પકાળ માટે અસંજ્ઞી હોય છે, ત્યાર પછી તે સંજ્ઞી થઈ જાય છે, તેવા નૈરયિકો અલ્પ હોય છે, તેથી અસંજ્ઞી નૈરયિકો કદાચિત હોય છે, કદાચિતુ હોતા નથી. જ્યારે હોય ત્યારે જઘન્ય એક,બે,ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાતા હોય છે. ગોહિમોવડત્તા નઈ અસUળી-જીવ જ્યારે પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે જ તે પાંચ ઇન્દ્રિય અને મનોયોગ યુક્ત હોય છે. પરંતુ ઉત્પત્તિ અને મૃત્યુ સમયે જીવ પાસે ઇન્દ્રિય કે મનરૂપ સાધન ન હોવાથી ચૈતન્ય પરિણામસ્વરૂપ દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ હોય છે તેથી તે સમયે તે નોઇન્દ્રિયોપયુક્ત બને છે. તે જીવ જ્યારે પર્યાપ્તાવસ્થાને પ્રાપ્ત થઈ જાય, ત્યારે તે નોઇન્દ્રિયોપયુક્ત રહેતા નથી.
મૂળ પાઠમાં નોઇન્દ્રિયોપયુક્ત માટે અસંજ્ઞીની સમાન જાણવાનું કથન છે. આ કથનથી પણ સ્પષ્ટ થાય છે કે નોઇન્દ્રિયોપયુક્ત નૈરયિક અસંજ્ઞી નૈરયિકની જેમ અપર્યાપ્ત અવસ્થા સુધી જ હોય છે. પછી પર્યાપ્તાવસ્થામાં નૈરયિકો જીવન પર્યાત ઇન્દ્રિયોપયુક્ત રહે છે. મનુષ્યમાં કેવલજ્ઞાન થયા પછી કેવલી ભગવાન પણ ઇન્દ્રિયોપયોગ રહિત હોવાથી નોઇન્દ્રિયોપયુક્ત કહેવાય છે. પ્રસ્તુત પ્રકરણમાં નારકની અને દેવાતાની જ વિચારણા થઈ છે. મનુષ્ય, તિર્યંચની વિચારણા નથી; તેનું કારણ અજ્ઞાત છે.
નારકીમાં ક્રોધકષાય શાશ્વત છે અને માન, માયા, લોભ આ ત્રણ કષાય અશાશ્વત છે, તેથી તે