________________
શતક-૨૧, ૨૨, ૨૩
soe
(૨૭) ભવાદેશ-કાલાદેશ– પ્રત્યેક વનસ્પતિમાં અસંખ્ય ભવ અને અસંખ્યાત કાલ, સાધારણ વનસ્પતિમાં અનંતભવ અને અનંતકાલ વ્યતીત થાય છે. (૨૮) આહાર– ૬ દિશાનો ૨૮૮ પ્રકારનો આહાર ગ્રહણ કરે. (૨૯) સ્થિતિ– જઘન્ય અંતર્મુહૂત, ઉત્કૃષ્ટ ૧૦૦૦૦ વર્ષ. અનંતકાયિક વનસ્પતિની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તની સ્થિતિ હોય છે. (૩૦) સમુદ્ધાત– પ્રથમ ત્રણ સમુદ્દાત હોય, (૩૧) મરણ– સોહિયા અને અસમોહિયા બંને પ્રકારના મરણ હોય. (૩૨) ગતિ– મનુષ્ય અને તિર્યંચગતિમાં જાય. (૩૩) સર્વ જીવ– સર્વ જીવોએ અતીતકાળમાં પ્રત્યેક જાતિની વનસ્પતિમાં અનંતવાર જન્મ-મરણ કર્યા છે.
܀܀܀܀܀