________________
૦૮
શ્રી ભગવતી સૂત્ર-૪
'શતક-ર૧ : વર્ગ-૧ પ્રથમ શાલિવર્ગ : પ્રથમ ‘મૂળ’ ઉદ્દેશક છેઝર્ષે
વર્ગોના નામ:
सालि कल अयसि वंसे, इक्खूदब्भे य अब्भ तुलसी य ।
अतुए दस वग्गा, असीईपुण होति उद्देसा ॥ ભાવાર્થ - આ શતકના આઠ વર્ગ છે. (૧) શાલિ, (૨) વટાણા, (૩) અલસી, (૪) વાંસ, (૫) ઇક્ષ, (૬) દર્ભ(ડાભ), (૭) અબ્ર(વનસ્પતિ), (૮) તુલસી, આ પ્રત્યેક વર્ગના દશ-દશ ઉદ્દેશક છે. તેથી આઠ વર્ગના ૮૦ ઉદ્દેશક થાય છે. વિવેચન :
આ શતકના આઠ વર્ગોનાં નામ તેમાં વર્ણિત વનસ્પતિઓના સૂત્રપાઠના આદ્ય શબ્દના આધારે છે. અને પ્રત્યેક વર્ગના દશ-દશ ઉદ્દેશક તે વનસ્પતિના વિભાગોથી સંબંધિત છે. આ રીતે ૮૦ ઉદ્દેશકોમાં વિવિધ વનસ્પતિઓ અને તેના વિભાગો વિષયક વિચારણા તેત્રીસ દ્વારોથી કરવામાં આવી છે. વનસ્પતિના દસ વિભાગો- અવસ્થાના નામ આ પ્રમાણે છે– (૧) મૂળ (૨) કંદ (૩) સ્કંધ (૪) ત્વચા (૫) શાખા (૬) પ્રવાલ (૭) પત્ર (૮) પુષ્પ (૯) ફળ અને (૧૦) બીજ. શાલિ આદિના મૂલની ઉત્પત્તિ :| २ रायगिहे जावएवंवयासी- अह भंते !सालीवीहीगोधूम जावजवजवाणं, एएसि णं भते ! जे जीवा मूलत्ताए वक्कमति ? तेणं भंते ! जीवा कओहिंतो उववजंति-किं णेरइएहिंतो उववज्जति जाव देवेहितो उववति?
गोयमा ! जहा वक्कंतीए तहेव उववाओ, णवरं देववज्ज। ભાવાર્થ:- પ્રશ્ન – રાજગહ નગરમાં ગૌતમ સ્વામીએ યાવત આ પ્રમાણે પડ્યું- હે ભગવન! શાલિ. વ્રીહી, ઘઉં યાવત જુવાર, આ સર્વ ધાન્યોના મૂળમાં જે જીવ ઉત્પન્ન થાય છે, તે ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તે જીવ નૈરયિકમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે તિર્યંચ, મનુષ્ય કે દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! પ્રજ્ઞાપના સૂત્રના છઠ્ઠા વ્યુત્કાન્તિ પદ અનુસાર તેઓની ઉત્પત્તિ જાણવી જોઈએ. વિશેષતા એ છે કે દેવગતિમાંથી આવીને મૂળપણે ઉત્પન્ન થતા નથી.
३ तेणं भंते !जीवा एगसमएणं केवइया उववज्जति? गोयमा ! जहण्णेणं एक्को वा दोवा तिण्णि वा, उक्कोसेणं संखेज्जा वा असंखेज्जा वा उववज्जति । अवहारोजहा उप्पलुद्देसे।