________________
SOS
શ્રી ભગવતી સૂત્ર-૪
જે
જે
શતક-ર૧-રર-ર૩.
પરિચય શતક-૨૧, ૨૨, ૨૩ આ ત્રણે શતકોના વણ્ય વિષયો પ્રાયઃ સમાન છે.
શતક-૨૧માં આઠ વર્ગ, શતક-રરમાં છ વર્ગ અને શતક-ર૩માં પાંચ વર્ગ છે. પ્રત્યેક વર્ગના દશ દશ ઉદ્દેશક છે.
આ ત્રણે શતકોમાં વિવિધ વનસ્પતિઓના મૂળ, કંદ, સ્કંધ, ત્વચા, શાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ આ દસ વિભાગ કે અવસ્થાની શતક-૧૧/૧ની સમાન વિચારણા કરી છે. તેમાં શતક-૨૧ અને રરમાં પ્રત્યેક વનસ્પતિઓનું કથન છે અને શતક-ર૩માં અનંતકાયિક-સાધારણ વનસ્પતિઓનું કથન છે. તેત્રીસ હારીના વિષયોઃ- (૧) આગતિ- મૂળ આદિ દશ અવસ્થામાં ઉત્પન્ન થનાર જીવો કઈ ગતિમાંથી આવીને ઉત્પન્ન થાય છે? તેનું કથન છે. શતક-૨૧ વર્ગ-૧, ૨, ૩ માં કથિત શાલિ આદિ ધાન્ય, વટાણા આદિ કઠોળ અને અળસી આદિ વનસ્પતિઓના પુષ્પ, ફળ, બીજમાં; વર્ગ-૫ માં કથિત શેરડી આદિ પર્વબીજ વાળી વનસ્પતિના સ્કંધમાં; શતક-રર વર્ગ-૫ ગુલ્મ જાતિની વનસ્પતિના પુષ્પ, ફળ અને બીજમાં; અને શતક–રર વર્ગ-૧, ૨, ૩, ૬માં કથિત વનસ્પતિના પાંચ વિભાગોમાં દેવો આવીને ઉત્પન્ન થાય છે. તેથી ત્રણ ગતિના જીવો ઉત્પન્ન થાય છે. શતક-ર૧, રરના શેષ વર્ગોમાં અને શતક-૨૩માં કથિત અનંતકાયિક વનસ્પતિઓમાં મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો આવીને ઉત્પન્ન થાય છે.
() ઉપપાત- જઘન્ય-૧, ૨, ૩ ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત જીવો અને અનંતકાયિકમાં અનંત જીવો ઉત્પન્ન થઈ શકે છે. (૩) પરિમાણ(અપહાર)- તે અસંખ્યાત જીવો અસંખ્યાત ઉત્સર્પિણીઅવસર્પિણીના સમય તુલ્ય અને અનંત જીવો અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમય તુલ્ય હોય છે. (૪) અવગાહના-જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ મૂળ, સ્કંધ આદિ સર્વ સ્થાનની અવગાહના જુદી-જુદી છે.
(૫) બધ– સાત અથવા આઠ કર્મો બાંધે છે. (૬) વેદના- શાતા-અશાતા બંને પ્રકારની વેદના ભોગવે છે. (૭) ઉદય-આઠ કર્મોનો ઉદય હોય. (૮) ઉદીરણા આઠે કર્મની ઉદીરણા વિકલ્પ કરી શકે છે. (૯) લેશ્યા- જે સ્થાનમાં દેવો ઉત્પન્ન થાય ત્યાં પ્રથમની ચાર વેશ્યા, શેષ સ્થાનમાં ત્રણ લેશ્યા હોય. (૧૦) દષ્ટિ-મિથ્યાત્વી હોય. (૧૧) જ્ઞાન- તે જીવો અજ્ઞાની છે. મતિ-શ્રુત અજ્ઞાન હોય. (૧૨) યોગકાયયોગી છે. (૧૩) ઉપયોગ– બંને (૧૪) વર્ણાદિ– શરીરની અપેક્ષાએ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ૨૦ બોલ હોય છે અને સ્વયં આત્માની અપેક્ષાએ વર્ણ ગંધ રસ, સ્પર્શ રહિત અરૂપી હોય છે.
(૧૫) ઉચ્છવાસ-ઉચ્છવાસ-નિઃશ્વાસનિરંતર હોય (૧) આહારક આહારક અને અનાહારક બંને હોય (૧૭) વિરત- તે જીવો અવિરત હોય. (૧૮)ક્રિયા- તે જીવો સક્રિય હોય. (૧૯) બંધક- સાત અથવા આઠ કર્મના બંધક હોય. (૨૦) સંજ્ઞા-ચાર (ર૧) કષાય-ચાર (રર) વેદ– નપુંસક વેદ (૨૩) વેદ બંધક-ત્રણે વેદના બંધક હોય (૨૪) સંજ્ઞી– તે જીવો અસંજ્ઞી હોય (૨૫) એક ઇન્દ્રિય- સ્પર્શેન્દ્રિય હોય, (૨) કાયસ્થિતિ- ઉત્કૃષ્ટ અસંખ્ય અથવા અનંતકાલ છે.