________________
૫૮૨ ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
ओगाहंति, ओगाहित्ता अट्ठविहं कम्मरयमलं पवाहेति, पवाहित्ता तओ पच्छा सिझंति जाव अंत करेंति?
हता गोयमा !जे इमे उग्गा भोगातंचेव जावअंतं करैति, अत्थेगइया अण्णयरेसु देवलोएसुदेवत्ताए उववत्तारो भवंति। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જે ઉગ્રકુલ, ભોગકુલ, રાજન્યકુલ, ઇશ્વાકુકુલ જ્ઞાનકુલ અને કૌરવ્યકુલ વગેરે કુલોમાં ઉત્પન્ન થયેલા ક્ષત્રિયો આદિ, આ ધર્મમાં પ્રવેશ કરે છે અને પ્રવેશ કરીને આઠ પ્રકારના કર્મરૂપી રજ-મેલને નષ્ટ કરે છે ત્યાર પછી શું તે સિદ્ધ થાય છે, યાવત્ સર્વ દુઃખોનો અંત કરે છે?
ઉત્તર– હા, ગૌતમ! ઉગ્રકુલ આદિ કુલોમાં ઉત્પન્ન ક્ષત્રિયો આદિ છે, તે યાવતુ સર્વદુઃખોનો અંત કરે છે અને કેટલાક ક્ષત્રિયાદિ કોઈ પણ દેવલોકોમાં દેવપણે ઉત્પન્ન થાય છે. १६ कइविहाणं भंते ! देवलोया पण्णता? गोयमा !चउविहादेवलोया पण्णत्ता,तं નહીં- અવનવાસી, વાળમતરા, ગોરિયા, વેમાળિયT I સેવ મતે !સેવ મતે !! ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દેવલોકના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! દેવલોકના ચાર પ્રકાર છે. યથા- ભવનવાસી, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક./ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. આ વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કેવા પ્રકારના ક્ષત્રિયો સિદ્ધ ગતિને પ્રાપ્ત કરે છે તેનું કથન કર્યું છે.
જે ક્ષત્રિયો રાજ્યલિપ્સાવશ ભયંકર હિંસા કરે છે, મહારંભી-મહાપરિગ્રહી છે તેને સ્વર્ગ કે મોક્ષ પ્રાપ્ત થતો નથી. પરંતુ જે નિગ્રંથ ધર્મમાં પ્રવેશ કરે છે, જ્ઞાનાદિની ઉત્કૃષ્ટ સાધના કરીને અષ્ટકર્મ ક્ષય કરે છે, તે જ મુક્ત થાય છે. તેના અલ્પકર્મ શેષ રહી જાય તો દેવલોકમાં જાય છે.
(
૫ શતક-૨૦/૮ સંપૂર્ણ