________________
શતક્ર–૨૦: ઉદ્દેશક-૮
૫૮૧]
ભાવો ચડતા ક્રમે આગળ વધશે.
ઉત્સર્પિણી કાલનો ૨૧,000 વર્ષનો પહેલો આરો અને ૨૧,000 વર્ષનો બીજો આરો વ્યતીત થશે તથા ત્રીજા આરાના ત્રણ વર્ષ સાડા આઠ માસ વ્યતીત થયા પછી પ્રથમ તીર્થંકર થશે. તેનો શાસનકાલ અવસર્પિણી કાલના ત્રેવીસમા તીર્થંકરના શાસનકાલની સમાન અથવા ત્રેવીસમા અને ચોવીસમા તીર્થકરના અંતરકાલની સમાન થશે. ત્યાર પછી બીજા તીર્થકર થશે. આ રીતે ક્રમશઃ ચોવીસ તીર્થંકરો ઉત્સર્પિણીકાલમાં થશે. ચોવીસમા તીર્થંકરનો શાસનકાલ અવસર્પિણીકાલના પ્રથમ તીર્થકરની કેવળી પર્યાયની સમાન અર્થાત્ એક હજાર વર્ષ ચુન એક લાખ પૂર્વનો થશે. ત્યાર પછી તે તીર્થકરનો મોક્ષ થશે અને ક્રમશઃ યુગલિક કાલનો પ્રારંભ થશે. અંતિમ તીર્થકરના નિર્વાણ પછી શાસન પરંપરા ચાલતી નથી. જે સાધુ-સાધ્વી આદિ શેષ હોય છે તે પોતાના બાકી શેષ આયુ પ્રમાણે થોડા સમય જ રહે છે. અગ્નિનો પણ યથાસમયે વિચ્છેદ થાય છે. માટે તે કાલને અહીં ગાણ કરીને શાસનકાલમાં તેની ગણના કરી નથી. તીર્થ અને તીર્થકર:१३ तित्थं भंते ! तित्थं, तित्थगरे तित्थं? गोयमा ! अरहा तावणियमंतित्थगरे, तित्थं पुण चाउवण्णाइण्णेसमणसंघे,तंजहा-समणा,समणीओ,सावया,सावियाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તીર્થને તીર્થ કહે છે કે તીર્થકરને ‘તીર્થ' કહે છે?
ઉત્તર- હે ગૌતમ! અરિહંત તો અવશ્ય તીર્થકર છે(તીર્થ નથી, પરંતુ જ્ઞાનાદિ ગુણોથી યુક્ત ચાર પ્રકારનો શ્રમણ સંઘ તીર્થ કહેવાય છે. યથા- સાધુ-સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. १४ पवयणं भंते ! पवयणं, पावयणी पवयणं? गोयमा !अरहातावणियमंपावयणी, पवयणं पुण दुवालसंगेगणिपिडगे,तं जहा-आयारो जावदिट्ठिवाओ। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! “પ્રવચનકાર’ જ પ્રવચન છે કે તેના દ્વારા ઉપદિષ્ટ “પ્રવચન’ છે?
ઉત્તર-હે ગૌતમ! અરિહંત અવશ્ય પ્રવચની છે.(પ્રવચન નથી.) અને દ્વાદશાંગ ગણિપટિક પ્રવચન છે. યથા– આચારાંગ યાવત્ દષ્ટિવાદ. વિવેચનઃતીર્થ તીર્થ સંઘર્ષ ચતુર્વિધ સંઘને તીર્થ કહે છે, તે જ્ઞાનાદિ ગુણોથી યુક્ત હોય છે. તીર્થકર સ્વયં તીર્થ નથી. તે તીર્થ પ્રવર્તક-સંસ્થાપક છે. વાડવારૂ –જેમાં શ્રમણ-શ્રમણી, શ્રાવક, શ્રાવિકારૂપ ચાર વર્ણ હોય, તે ચતુર્વર્ણ. તે ક્ષમાદિ ગુણો તથા જ્ઞાનાદિ આચરણોથી આકીર્ણ-વ્યાખ શ્રમણ સંઘ છે. પ્રવચન પ્રોગ્રડમયેયનેન તિyવન:-પ્રકર્ષ રૂપે કહેવાતા વચનને પ્રવચન કહે છે અર્થાત જે મુક્તિમાર્ગના પ્રદર્શક હોય, આત્મહિતકારી હોય, અબાધિત હોય તેને પ્રવચન કહે છે. તેનું બીજું નામ “આગમ” છે. તીર્થકરો પ્રવચન પ્રણેતા છે, પ્રવચન નથી. નિગ્રંથધર્મ અનુગમન:१५ जे इमे भंते ! उग्गा, भोगा,राइण्णा, इक्खागा,णाया,कोरव्वा एएणं अस्सि धम्मे