________________
૫૭૪
શ્રી ભગવતી સૂત્ર-૪
જે
જે
| શતક-ર૦ઃ ઉદ્દેશક-૮
સંક્ષિપ્ત સાર * આ ઉદ્દેશકમાં મનુષ્યક્ષેત્ર કર્મભૂમિ, અકર્મભૂમિ, ધર્મ, ધર્મકાલ, તીર્થકર, તીર્થંકર પરંપરા વગેરે વિષયોનું પ્રતિપાદન છે. * અઢીદ્વીપમાં કર્મભૂમિના ૧૫ ક્ષેત્ર છે. યથા-પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર. તેમાં જંબૂદ્વીપમાં એક ભરત, એક ઐરાવત અને એક મહાવિદેહ એમ ત્રણ ક્ષેત્ર છે. ઘાતકીખંડમાં અને અર્ધપુષ્કર દ્વીપમાં બમણા અર્થાતુ છ-છ ક્ષેત્ર છે. તેથી ૩+૪+૪=૧૫ ક્ષેત્ર થાય. * અઢીદ્વીપમાં અકર્મભૂમિના ૩૦ ક્ષેત્ર છે યથા- પાંચ હેમવય, પાંચ હરણ્યવય, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યફવર્ષ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુક્ષેત્ર. તેમાંથી જંબૂદ્વીપમાં એક-એક ક્ષેત્ર, ધાતકીખંડ અને અર્ધપુષ્કર દ્વીપમાં બે-બે ક્ષેત્ર હોય છે. તેથી +૧+૧=૩૦ ક્ષેત્ર થાય છે. * પાંચ ભરત અને પાંચ ઐરવત ક્ષેત્રમાં ઉત્સર્પિણી અવસર્પિણી આદિ કાલનું પરિવર્તન સતત થયા જ કરે છે. મહાવિદેહક્ષેત્રમાં સદા ય ચોથા આરાની સમાન અવસ્થિત કાલ પ્રવર્તે છે. * ભરત અને ઐરવતક્ષેત્રમાં પ્રથમ અને અંતિમ તીર્થંકરો પંચમહાવ્રત અને સપ્રતિક્રમણરૂપ ધર્મનો ઉપદેશ આપે છે અને મધ્યના બાવીસ અને મહાવિદેહક્ષેત્રના તીર્થંકરો ચાતુર્યામરૂપ ધર્મનો ઉપદેશ આપે છે. * ભરત ક્ષેત્રમાં અવસર્પિણીકાલમાં ઋષભદેવ સ્વામી આદિ ૨૪ તીર્થંકરો થયા. તેના ત્રેવીસ આંતરા થાય છે. તેમાં નવમાંથી સોળમા તીર્થંકરોના અંતરકાલમાં શાસનવિચ્છેદ અથવા કાલિકશ્રુતનો વિચ્છેદ થયો છે. શેષ તીર્થંકરોના અંતરકાલમાં શાસન અને શ્રુતપરંપરા અખંડ રહી છે. * તીર્થંકરોના મોક્ષ પછી બે પાટ સુધી દષ્ટિવાદ સૂત્ર અખંડિતરૂપે રહે છે. ત્યાર પછી તેનો વિચ્છેદ થાય છે. પરંતુ પૂર્વગત સૂત્ર કેટલોક કાળ વિશેષ રહે છે. પ્રભુ મહાવીરના મોક્ષ પછી ૧000 વર્ષ પર્યત અને શેષ તીર્થંકરોના મોક્ષ પછી સંખ્યાત કે અસંખ્યાત કાલ પયંત પૂર્વગત શ્રુત રહ્યું હતું. * ભરતક્ષેત્રમાં પ્રભુ મહાવીરની શાસન પરંપરા ૨૧,000 વર્ષ પયંત રહેશે. ઉત્સર્પિણીકાલમાં પ્રથમ મહાપા તીર્થંકરની શાસન પરંપરા પણ ૨૧,000 વર્ષ રહેશે અને ચોવીસમા તીર્થંકરની શાસન પરંપરા આદિનાથ પ્રભુની કેવલી પર્યાયની સમાન અર્થાત્ એક હજાર વર્ષ જૂના એક લાખ પૂર્વ વર્ષ રહેશે. ત્યાર પછી યુગલિક કાળનો પ્રારંભ થશે. * તીર્થના સ્થાપક તીર્થકર છે. તે તીર્થ સ્વરૂપ નથી.શ્રમણ, શ્રમણી, શ્રમણોપાસક અને શ્રમણોપાસિકા રૂપ તીર્થના ચાર પ્રકાર છે. આપ્તપુરુષ દ્વારા કથિત વચન પ્રવચન છે. તીર્થંકરો પ્રવચનકર્તા અર્થાત્ પ્રવચની છે. આચારાંગ, સૂયગડાંગ આદિ દ્વાદશાંગી પ્રવચન રૂપ છે. * કોઈ પણ કુળની વ્યક્તિ નિગ્રંથ ધર્મમાં– પ્રભુના શાસનમાં પ્રવેશ કરીને સંયમ-તપની સાધના કરીને આઠ કર્મોનો ક્ષય કરે ત્યારે જ તેની મુક્તિ થાય છે. જો તેના અલ્પકર્મ શેષ રહી જાય તો દેવગતિમાં જાય છે. આ રીતે આ ઉદ્દેશકમાં સૂત્રકારે નિગ્રંથ ધર્મની વિશાળતા અને મહત્તા પ્રગટ કરી છે.