________________
શતક્ર–૨૦: ઉદ્દેશક-૭.
૫૭૩
एवं आभिणिबोहियणाणविसयस्स भंते ! कइविहे बंधे पण्णत्ते?
गोयमा ! एएसि सव्वेसिपयाणं तिविहे बंधेपण्णत्ते। जावकेवलणाणविसयस्स मइअण्णाणविसयस्ससुयअण्णाणविसयस्सविभगणाणविसयस्ससव्वेएएचउव्वीसंदंडगा भाणियव्वा, णवरं जस्स जं अत्थि तं भाणियव्वा । जाव वेमाणियाणं भंते ! विभंगणाणविसयस्स कइविहे बंधे पण्णत्ते? गोयमा ! तिविहे बंधे पण्णत्ते,तं जहाजीवप्पओगबंधे अणंतरबंधे परंपरबंधे ॥ सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ - પ્રશ્ન- આ ક્રમથી દારિક શરીર યાવત્ કાર્મણ શરીર, આહાર સંજ્ઞા યાવતુ પરિગ્રહસંજ્ઞા, કૃષ્ણલેશ્યા યાવત શુક્લલેશ્યા, સમ્યગુદષ્ટિ, મિથ્યાદષ્ટિ, મિશ્રદષ્ટિ; મતિજ્ઞાન યાવત કેવળજ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન, આ સર્વનો બંધ કેટલા પ્રકારનો છે?
ઉત્તર- હે ગૌતમ ! આ સર્વનો બંધ ત્રણ પ્રકારનો છે. યાવતુ પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનના વિષયમાં કથન કરવું. આ સર્વના વિષયમાં ૨૪ દંડકથી જાણવું જોઈએ. વિશેષતા એ છે કે જેને જે હોય તે પ્રમાણે જાણવું જોઈએ યાવત્ પ્રશ્ન- હે ભગવન્! વૈમાનિકને વિર્ભાગજ્ઞાનનો બંધ કેટલા પ્રકારનો છે? ઉત્તર- હે ગૌતમ ! ત્રણ પ્રકારનો છે. યથા- જીવ પ્રયોગ બંધ, અનંતર બંધ અને પરંપર બંધ. / હે ભગવન! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.// વિવેચન -
સૂત્રકારે આઠે ય કર્મોની ત્રિવિધતાનું સમુચ્ચય કથન પૂર્વસૂત્રોમાં કર્યા પછી પ્રસ્તુત સૂત્રોમાં સ્ત્રીવેદાદિ, દર્શનમોહ, ચારિત્રમોહ આદિ કર્મોનું અને પાંચ શરીર, સંજ્ઞા, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન આદિ આત્મભાવોની ત્રિવિધતાનું નિરૂપણ કર્યું છે. સ્ત્રીવેદાદિ– ૨૪ દંડકના જીવોમાં જે વેદ હોય તે પ્રમાણે કથન કરવું. દર્શન અને ચારિત્ર મોહનીય કર્મના પણ ત્રણ ભેદ થાય છે. પાંચ શરીરાદિ– શરીરાદિ કર્મ નથી પરંતુ કર્મના ઉદયજન્ય ભાવો છે. તે શરીર, સંજ્ઞા, વેશ્યાદિ ભાવોમાં વર્તતા જીવને પણ તે તે કર્મબંધ ત્રણ પ્રકારે થાય છે.
ત્રણ દષ્ટિ, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને તેનો વિષય વગેરે આત્મભાવો છે તેથી તે અપદ્ગલિક છે. તે ભાવો કર્મના ઉદયજન્ય નથી પરંતુ કર્મના ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમજન્ય છે. આ સર્વભાવોમાં જીવનું વીર્ય પ્રયુક્ત થાય છે. તેનાથી યુક્ત જીવને પ્રયોગબંધ, અનંતરબંધ અને પરંપરબંધ રૂપ આ ત્રણ ભેદ થાય છે.
આ રીતે કર્મપ્રકૃતિ-૮, કર્મોદય-૮, વેદ-૩, દર્શન મોહનીય-૧, ચારિત્ર મોહનીય-૧, શરીર-૫, સંજ્ઞા-૪, લેશ્યા-૬, દષ્ટિ-૩, જ્ઞાન-૫, અજ્ઞાન-૩, જ્ઞાનાજ્ઞાનના વિષય-૮ કુલ-૫૫ બોલ છે. ૨૪ દંડકમાં જ્યાં જેટલા બોલ પ્રાપ્ત થતા હોય, ત્યાં તેમાં ત્રિવિધ બંધ હોય છે.
તે શતક-ર૦/o સંપૂર્ણ છે
C)