________________
શતક–૨૦: ઉદ્દેશક-૬
[ ૫૬૭]
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! સૌધર્મ, ઈશાન અને સનસ્કુમાર, માહેન્દ્રકલ્પની મધ્યમાં સ્થિત જે અષ્કાયિક જીવ મારણાત્તિક સમુદ્દઘાત કરીને રત્નપ્રભા પૃથ્વીના ઘનોદધિ અને ઘનોદધિવલયોમાં અખાયિકપણે ઉત્પન્ન થાય છે ઇત્યાદિ પ્રશ્ન કરવો?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવતુ જાણવું. આ રીતે પૂર્વ કથિત અંતરાલોમાં મારણાંતિક સમુઘાત કરીને અષ્ઠાયિક જીવોની અધઃસપ્તમ પૃથ્વી સુધીના ઘનોદધિ અને ઘનોદધિવલયોમાં અપ્લાયિકપણે ઉત્પત્તિ કહેવી જોઈએ. આ જ રીતે યાવતુ અનુત્તર વિમાન અને ઈષતુપ્રભારા પૃથ્વીની મધ્યમાં સ્થિત અપ્લાયિક જીવોની મારણાત્તિક સમુઘાત કરીને યાવતું અધઃસપ્તમ પૃથ્વી સુધીના ઘનોદધિ અને ઘનોદધિવલયોમાં અષ્કાયિકપણે ઉત્પત્તિ કહેવી જોઈએ.
८ वाउक्काइएणं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए सक्करप्पभाए य पुढवीए अंतरा समोहए, समोहणित्ता जे भविए सोहम्मे कप्पेवाउक्काइयत्ताए उववज्जित्तए, पुच्छा?
गोयमा !एवंजहासत्तरसमसएवाउक्काइयउद्देसएतहाइह वि,णवरंअंतस्सुसमोहणा णेयव्वा,सेसतंचे जावअणुत्तरविमाणाणंईसीपब्भाराएयपुढवीए अंतरासमोहए,समोहणित्ता जेभविए घणवायतणुवाए,घणवायतणुवायवलएसुवाउक्काइयत्ताएउववज्जित्तए,सेसतं चेव जावसेतेणद्वेणं जावउववज्जेज्जा ॥ सेवं भंते ! सेवं भंते !॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! આ રત્નપ્રભા અને શર્કરપ્રભા પૃથ્વીની મધ્યમાં સ્થિત જે વાયુકાયિક જીવ, મારણાન્તિક સમુઘાત કરીને સૌધર્મકલ્પમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન કરવા?
ઉત્તર- હે ગૌતમ ! શતક ૧૭/૧૦માં વાયુકાયિક ઉદ્દેશક અનુસાર અહીં પણ જાણવું જોઈએ. વિશેષતા એ છે કે રત્નપ્રભા આદિ પૃથ્વીઓના અંતરાલમાં મારણાંતિક સમુદ્યાનપૂર્વક કથન કરવું જોઈએ. શેષ સર્વ પૂર્વવત્ છે. આ રીતે અનુત્તર વિમાન અને ઈષત્નાભારા પૃથ્વીની મધ્યમાં સ્થિત જે વાયુકાયિક જીવ મારણાંતિક સમુઘાત કરીને ઘનવાન અને તનુવાતમાં તથા ઘનવાતવલયો અને તનુવાતવલયોમાં વાયુકાયિકપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ સર્વ પૂર્વવત્ છે યાવત્ હે ગૌતમ! તેથી તે પહેલાં આહાર કરીને પછી પણ ઉત્પન્ન થાય છે. II હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.ll વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પૃથ્વીકાયિક, અષ્કાયિક અને વાયુકાયિક જીવના ઉત્પત્તિ અને આહાર વિષયક કથન છે. તેનું સ્પષ્ટીકરણ શતક-૧૭/૬ અનુસાર જાણવું.
સુત્રકારે અપ્લાયિક જીવો માટે નરક પૃથ્વીના અંતરાલ આદિમાં ઘનોદધિ અને ઘનોદધિવલયોમાં તેમજ વાયુકાયિક જીવો માટે ઘનવાત, તનુવાત, ઘનવાતવલય અને તનુવાતવલયોમાં તે જીવો ઉત્પન્ન થાય છે; તે પ્રમાણે કથન કર્યું છે. ઘનોદધિ- પ્રત્યેક નરક પુથ્વીની નીચે ૨0000 યોજન વિસ્તારમાં ઘનોદધિ છે. તેની લંબાઈ પહોળાઈ તે તે પૃથ્વી પ્રમાણે છે. ઘનવાત-તનવાત– ૨૦,000 યોજનના ઘનોદધિ પછી નીચે અસંખ્યાત યોજનાના વિસ્તારમાં ઘનવાત