________________
શ્રી ભગવતી સૂત્ર–૪
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સૌધર્મ, ઈશાન અને સનતકુમાર માહેન્દ્રકલ્પની મધ્યમાં સ્થિત જે પૃથ્વીકાયિક જીવ, મારણાન્તિક સમુદ્દાત કરીને શર્કરાપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન કરવો?
૫૬
ઉત્તર– હે ગૌતમ ! પૂર્વવત્ કહેવું. આ જ રીતે અધઃ સપ્તમ પૃથ્વી સુધી ઉત્પન્ન થવાનું કથન કરવું જોઈએ. આ રીતે સનત્કુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પની મધ્યમાં સ્થિત પૃથ્વીકાયિક જીવ મારણાન્તિક સમુદ્દાત કરીને પુનઃ રત્નપ્રભાથી અધઃસપ્તમ પૃથ્વી સુધીમાં ઉત્પન્ન થવાનું કથન કરવું. આ જ રીતે બ્રહ્મલોક અને લાન્તકના અંતરાલમાં, મારણાંતિક સમુદ્દાત કરીને લાન્તક અને મહાશુક્રકલ્પના અંતરાલમાં, મહાશુક્ર અને સહસ્રાર કલ્પના અંતરાલમાં, આનત-પ્રાણત અને આરણ તથા અચ્યુત કલ્પના અંતરાલમાં આરણ, અચ્યુત અને ત્રૈવેયક વિમાનના અંતરાલમાં, ત્રૈવેયક વિમાન અને અનુત્તર વિમાનોના અંતરાલમાં તથા અનુત્તર વિમાન અને ઈષત્પ્રાક્ભારા પૃથ્વીની મધ્યમાં સ્થિત પૃથ્વીકાયિક જીવ મારણાન્તિક સમુદ્દાતપૂર્વક મૃત્યુ પામીને રત્નપ્રભાથી લઈને યાવત્ અધઃસપ્તમ નરક પૃથ્વી સુધીમાં પૃથ્વીકાયિક જીવરૂપે ઉત્પત્તિનું કથન કરવું જોઈએ.
६ आक्काइए भंते! इमीसे रयणप्पभाए सक्करप्पभाए य पुढवीए अंतरा समोहए समोहणित्ता जे भविए सोहम्मे कप्पे आउकाइयत्ताए उववज्जित्तए, पुच्छा ?
गोयमा ! जहा पुढविक्काइयस्स जाव से तेणट्टेणं । एवं पढम-दोच्चाणं अंतरा समोहए जावईसीपब्भाराए उववाएयव्वो । एवं एएणं कमेणं जावतमाए अहेसत्तमाए य पुढवीए अंतरा समोहए, समोहणित्ता जावईसीपब्भाराए उववाएयव्वो आउक्काइयत्ताए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! આ રત્નપ્રભા અને શર્કરાપ્રભા પૃથ્વીની મધ્યમાં સ્થિત જે અપ્લાયિક જીવ, મારણાંતિક સમુદ્દાત કરીને સૌધર્મ કલ્પમાં અપ્લાયિકરૂપે ઉત્પન્ન થાય છે, તે પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે ?
ઉત્તર– હે ગૌતમ ! પૃથ્વીકાયિકની સમાન જાણવું. આ રીતે પહેલી, બીજી પૃથ્વીની મધ્યમાં સ્થિત મારણાંતિક સમુદ્ાતપૂર્વક અપ્કાયિક જીવોની ઈષાભારા પૃથ્વી સુધી ઉત્પત્તિ જાણવી જોઈએ. આ ક્રમથી યાવત્ તમઃપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીની મધ્યમાં સ્થિત અપ્લાયિક જીવોની મારણાન્તિક સમુાતપૂર્વક ઈષત્પ્રાક્ભારા પૃથ્વી સુધી અપ્કાયિકપણે ઉત્પત્તિ જાણવી જોઈએ.
७ | आउयाए णं भंते ! सोहम्मी- साणाणं सणकुमारमाहिंदाण य कप्पाणं अंतरा समोहए, समोहणित्ता जे भविए इमीसेरयणप्पभाए पुढवीए घणोदहिसु, घणोदहिवलएसु आउक्काइयत्ताए વવન્તિત્ત, પુચ્છા ?
गोयमा ! तं चेव । एवं एएहिं चेव अंतरा समोहओ जाव अहेसत्तमाए पुढवीए घणोदहिसु, घणोदहिवलएसु आउक्काइयत्ताए उववाएयव्वो । एवं जाव अणुत्तरविमाणाणं ईसीपब्भाराए य पुढवीए अंतरा समोहए जाव अहेसत्तमाए घणोदहिसु, घणोदहिवलएसु वायव्वो ।