________________
[ પ૪]
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક-ર૦ : ઉદ્દેશક-૬
અંતર
જીવોની ઉત્પત્તિ અને આહાર - | १ पुढविक्काइए णंभंते! इमीसे रयणप्पभाए सक्करप्पभाए य पुढविए अंतरा समोहए समोहणित्ता जे भविए सोहम्मे कप्पे पुढविकाइयत्ताए उववज्जित्तए, सेणं भंते! किं पुबि उववज्जित्ता पच्छा आहारेज्जा,पुबि आहारित्ता पच्छा उववज्जेज्जा? ___ गोयमा ! पुट्विं वा उववज्जित्ता, एवं जहा सत्तरसमसए छठुद्देसे जावसेतेणटेणं गोयमा ! एवं वुच्चइ-पुव्विं वा जावउववज्जेज्जा । णवरं तेहिं संपाउणणा, इमेहिं आहारो भण्णइ, सेसत चेव । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા અને શર્કરા પ્રભા આ બે પૃથ્વીની મધ્યમાં સ્થિત જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, મારણાંતિક સમુદ્દાત કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે, તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે કે પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે?
ઉત્તર- હે ગૌતમ ! તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે અથવા પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે. ઇત્યાદિ વર્ણન શતક-૧૭/s અનુસાર જાણવું જોઈએ. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહેવાય છે કે યાવત પહેલાં આહાર કરીને પછી ઉત્પન્ન થાય છે. વિશેષતા એ છે કે ત્યાં શતક-૧૭/૬માં પૃથ્વીકાયિક “સંપ્રાપ્ત(પુગલ ગ્રહણ) કરે છે.” તે પ્રમાણે કથન છે અને અહીં “આહાર કરે છે,”તે પ્રમાણે કહેવું જોઈએ.
२ पुढविक्काइए णं भंते! इमीसेरयणप्पभाए सक्करप्पभाएयपुढवीए अंतरा समोहए समोहणित्ता जे भविए ईसाणे कप्पे पुढविक्काइयत्ताए उववज्जित्तए, पुच्छा? गोयमा ! एवं चेव । एवं जावईसीपब्भाराए उववाएयव्वो। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા અને શર્કરા પ્રભા આ બે પૃથ્વીની મધ્યમાં સ્થિત જે સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, મારણાન્તિક સમુઘાત કરીને ઈશાન કલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થાય છે, તે પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે, ઇત્યાદિ પ્રશ્ન કરવા?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વવત્ જાણવું. આ રીતે યાવત્ ઈષત્નાભારા પૃથ્વી સુધી પૃથ્વીકાયિક જીવોનો ઉ૫પાત જાણવો. | ३ पुढविक्काइए णं भंते ! सक्करप्पभाए वालुयप्पभाए य पुढवीए अंतरा समोहए,