________________
શતક-૨૦: ઉદ્દેશક
૫૩
શતક-ર૦ઃ ઉદ્દેશક-૬
જે સંક્ષિપ્ત સાર
જે
* આ ઉદેશકમાં પૃથ્વી, પાણી અને વાયુકાયના જીવો નવો જન્મ ધારણ કરે ત્યારે સર્વ પ્રથમ આહાર કયારે કરે છે? તે વિષયને શતક-૧૭/ના અતિદેશપૂર્વક સમજાવ્યો છે. * અધોલોકની કોઈ પણ પૃથ્વીના અંતરાલમાં રહેલા સુક્ષ્મ પૃથ્વીકાયિક જીવો ઊર્ધ્વલોકના કોઈ પણ દેવલોકમાં, સિદ્ધશિલામાં કે દેવલોકના અંતરાલમાં ઉત્પન્ન થાય છે, અષ્કાયના જીવો ઘનોદધિ કે ઘનોદધિવલયોમાં ઉત્પન્ન થાય છે અને વાયુકાયના જીવો ઘનવાત કે તનુવાતવલયોમાં ઉત્પન્ન થાય છે. તે જ રીતે ઊર્ધ્વલોકમાં રહેલા જીવો અધોલોકમાં ઉત્પન્ન થાય છે. આ સર્વ સ્થાનમાંથી કોઈ પણ સ્થાનમાં જીવ ઉત્પન્ન થાય ત્યારે આહાર ગ્રહણ કરવાના બે જ વિકલ્પ છે. * (૧) જ્યારે જીવ સર્વ સમદુઘાત સહિત એટલે કે મૃત્યુ પામીને બંદૂકમાંથી છુટેલી ગોળીની જેમ એક સાથે જાય ત્યારે સર્વ આત્મપ્રદેશો એક સાથે જ ઉત્પત્તિ સ્થાને પહોંચે છે, તે જીવ પહેલાં ઉત્પન્ન થઈને પછી આહાર કરે છે, આહાર યોગ્ય પુદ્ગલ ગ્રહણ કરે છે. કે (૨) જ્યારે જીવના આત્મપ્રદેશો દેશ સમદઘાત સહિત– ઈલિકા ગતિથી જાય ત્યારે આત્મપ્રદેશો ક્રમશઃ ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરે છે. તેથી પહેલાં પહોંચેલા આત્મ પ્રદેશો આહાર યોગ્ય પુગલ ગ્રહણ કરે છે અને ત્યાર પછી સર્વ આત્મપ્રદેશો ખેંચાઈ જાય છે. તેથી સર્વ આત્મ પ્રદેશોની અપેક્ષાએ, પહેલા આહાર ગ્રહણ અને પછી ઉત્પન્ન થયો કહેવાય છે. સર્વ દંડકના જીવો માટે આ નિયમ સમાન છે.