________________
શ્રી ભગવતી સૂત્ર–૪
કાલ પરમાણુ– દ્રવ્ય, ક્ષેત્ર કે ભાવની વિવક્ષા કર્યા વિના કાલના અવિભાજ્ય અંશ એક સમયને કાલ પરમાણુ કહે છે, કાલ દ્રવ્ય અરૂપી છે. તેમાં વર્ણ, ગંધ, રસ કે સ્પર્શ નથી, તે ગુણની વિવક્ષાથી તેના ચાર પ્રકાર છે. અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પુદ્ગલ દ્રવ્યના જ ગુણ છે. અહીં કાલપરમાણુનું કથન હોવાથી તેને અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શરૂપ કહ્યા છે.
૫
ભાવ પરમાણુ– દ્રવ્ય, ક્ષેત્ર કે કાલની વિવક્ષા કર્યા વિના કેવળ વર્ણ, ગંધ આદિ ભાવની મુખ્યતાથી વર્ણાદિના અવિભાજ્ય અંશને ભાવ ૫૨માણુ કહે છે. જેમ કે– પરમાણુ કે સ્કંધમાં વર્ણાદિનો એક અંશ ભાવથી પરમાણુરૂપ છે. કારણ કે તેમાં વર્ણનો અવિભાજ્ય અંશ વિદ્યમાન છે. આ રીતે પાંચવર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શના અવિભાજ્ય અંશ ભાવ પરમાણુ છે. પુદ્દગલ દ્રવ્યના મુખ્ય ચાર ગુણની અપેક્ષાએ તેના(ભાવ પરમાણુના) ચાર પ્રકાર છે. વર્ણવાન, ગંધવાન, રસવાન અને સ્પર્શવાન.
|| શતક ૨૦/પ સંપૂર્ણ ॥