________________
શતક–૨૦: ઉદ્દેશક-૫
[ પ૧ | २९ दव्वपरमाणू णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउविहे पण्णत्ते, तं जहाअच्छेज्जे, अभेज्जे, अडज्झे, अगेज्झे । ભાવાર્થ - પ્રશ્ન–હે ભગવન્!દ્રવ્ય પરમાણુના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ!દ્રવ્ય પરમાણુના ચાર પ્રકાર છે, યથા– અછેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય. ३० खेत्तपरमाणू णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउव्विहे पण्णत्ते,तं जहाअणद्धे, अमज्झे, अपएसे, अविभाइमे। ભાવાર્થ – પ્રશ્ર– હે ભગવન્! ક્ષેત્ર પરમાણુના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! ક્ષેત્ર પરમાણુના ચાર પ્રકાર છે, યથા– અનદ્ધ, અમધ્ય, અપ્રદેશ અને અવિભાગ. ३१ कालपरमाणू ण भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउबिहे पण्णत्ते,तं जहाઅવળો, અધે, અરણે, મારા ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવાન! કાલ પરમાણુના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કાલ પરમાણુના ચાર પ્રકાર છે, યથા– અવર્ણ, અગંધ, અરસ અને અસ્પર્શ. ३२ भावपरमाणू णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहावण्णमंते, गंधमते, रसमंते, फासमंते ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થઃ- પ્રશ્ન-હે ભગવન્! ભાવ પરમાણુના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! ભાવ પરમાણુના ચાર પ્રકાર છે, યથા-વર્ણવાન, ગંધવાન, રસવાન અને સ્પર્શવાન.// હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. .. વિવેચનઃ
પુદ્ગલ દ્રવ્યના અવિભાજ્ય અંશને પરમાણુ કહે છે. પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની વિવક્ષાથી તેના ચાર પ્રકારનું કથન કર્યું છે.
દ્રવ્ય પરમાણ- ક્ષેત્ર, કાલ કે ભાવની વિવક્ષા કર્યા વિના એક પરમાણુને દ્રવ્ય પરમાણુ કહે છે, કારણ કે અહીં કેવળ દ્રવ્યની વિવક્ષા કરી છે. દ્રવ્ય પરમાણુના ગુણધર્મોની અપેક્ષાએ પુનઃ તેના ચાર પ્રકાર છે. અચ્છે - શસ્ત્રાદિથી છેદન ન થાય તે. અભેધ - તેનું સોઈ આદિ શસ્ત્ર દ્વારા ભેદન ન થાય તે. અદાલ - અગ્નિ આદિથી બાળી ન શકાય તે. અગ્રાહ્ય - હાથ આદિ કોઈપણ સાધનથી જેનું ગ્રહણ ન થાય તે.
ક્ષેત્ર પરમાણુ-દ્રવ્યાદિની વિરક્ષા કર્યા વિના આકાશ પ્રદેશરૂપ ક્ષેત્રના અવિભાજ્ય અંશને, એક આકાશ પ્રદેશને ક્ષેત્ર પરમાણુ કહે છે.
એક આકાશ પ્રદેશ એક જ પ્રદેશરૂપ હોવાથી તે અનદ્ધ, અમધ્ય, અપ્રદેશ અને અવિભાજ્ય છે તે ગુણોની વિવક્ષાથી તેના ચાર પ્રકાર છે. અનર્ટ - તેના સમ સંખ્યાવાળા બે ભાગ થતા નથી તેથી અનÁ. અમધ્ય - તેના વિષમ સંખ્યાવાળા વિભાગ ન હોવાથી તે મધ્યભાગ રહિત છે. તેથી અમધ્ય. અપ્રદેશ - તે પ્રદેશરૂપ નથી તેથી અપ્રદેશ. અવિભાજ્ય તેનું વિભાજન થતું નથી, તે અંતિમ સૂક્ષ્મ છે તેથી અવિભાજ્ય છે.