________________
શતક-૨૦: ઉદ્દેશક-૫
य एए चत्तारि भंगा । एवंकालणीलहालिद्दएहिं चत्तारि भंगा, कालणील- सुक्किलेहिं चत्तारि, काललोहियहालिद्देहिं चत्तारि, काललोहियसुक्किलेहिं चत्तारि, कालहालिद्दसुक्किलेहिं चत्तारि । णीललोहिय- हालिद्दगाणं चत्तारि भंगा। णीललोहिय-सुक्किलगाणं चत्तारि, णीलहालिद्दसुक्किलगाणं चत्तारि, लोहियहालिद्दसुक्किलगाणं चत्तारि भंगा। एवं एए दसतियासंजोगा, एक्केक्के संजोए चत्तारि भंगा, सव्वेते चत्तालीसं भंगा।
૫૪૩
जइ चडवण्णे- सिय कालए णीलए लोहियए हालिद्दए य, सिय कालए णीलए लोहियए सुक्किलए, सिय कालए णीलए हालिद्दए सुक्किलए, सिय कालए लोहियए हालिद्दए सुक्किलए, सिय णीलए लोहियए हालिद्दए सुक्किलए य। एवमेते चउक्कगसंजोए पंच भंगा। एए सव्वे णउइ भंगा ।
ભાવાર્થ :- જ્યારે ચાર પ્રદેશી સ્કંધમાં ત્રણ વર્ણ હોય ત્યારે– (૧) કદાચિત્ કાળો, નીલો, લાલ હોય અથવા (૨) એક દેશ કાળો, એક દેશ નીલો અને અનેક દેશ લાલ હોય છે. (૩) એક દેશ કાળો, અનેક દેશ નીલા અને એક દેશ લાલ હોય છે. (૪) અનેક દેશ કાળા, એક દેશ નીલો અને એક દેશ લાલ હોય છે, આ રીતે એક ત્રિકસંયોગના ચાર ભંગ થાય. (૨) આ રીતે કાળા, નીલા, પીળા વર્ણના ચાર ભંગ, (૩) કાળા, નીલા, શ્વેતવર્ણના ચાર ભંગ, (૪) કાળા, લાલ, પીળા વર્ણના ચાર ભંગ, (૫) કાળા, લાલ, શ્વેત વર્ણના ચાર ભંગ, (૬) કાળા, પીળા, શ્વેતવર્ણના ચાર ભંગ (૭) નીલા, લાલ, પીળા વર્ણના ચાર ભંગ, (૮) નીલા, લાલ, શ્વેત વર્ણના ચાર ભંગ, (૯) નીલા, પીળા, શ્વેત વર્ણના ચાર ભંગ, (૧૦) લાલ, પીળા, શ્વેત વર્ણના ચાર ભંગ, આ રીતે દશ ત્રિસંયોગ થાય છે. એક એક ત્રિકના ચાર-ચાર ભંગ થાય છે. સર્વ મળીને ૧૦×૪= ૪૦ ભંગ થાય છે.
જો ચતુષ્પદેશી સ્કંધમાં ચાર વર્ણ હોય તો– (૧) કદાચિત્ કાળો, નીલો, લાલ, પીળો હોય. (૨) કદાચિત્ કાળો, નીલો, લાલ અને શ્વેત હોય. (૩) કદાચિત્ કાળો, નીલો, પીળો અને શ્વેત હોય. (૪) કદાચિત્ કાળો, લાલ, પીળો અને શ્વેત હોય છે. (૫) કદાચિત્ નીલો, લાલ, પીળો અને શ્વેત હોય છે. આ રીતે ચતુઃસંયોગના પાંચ ભંગ થાય છે. સર્વ મળીને વર્ણ સંબંધી અસંયોગી પ+ દ્વિસંયોગી ૪૦+ત્રિસંયોગી ૪૦+ ચતુઃસંયોગી ૫ = ૯૦ ભંગ થાય છે.
८ जइ एगगंधे- सिय सुब्भिगंधे, सिय दुब्भिगंधे य, जइ दुगंधे- सुब्भिगंधे य दुब्भिगंधे य चत्तारि भंगा। रसा जहा वण्णा ।
ભાવાર્થ :- જો ચતુઃપ્રદેશી સ્કંધમાં એક ગંધ હોય તો- કદાચિત્ સુરભિગંધ અને કદાચિત્ દુરભિગંધ હોય છે. જો બે ગંધ હોય, તો સુરભિગંધ અને દુરભિગંધ હોય.(બે ગંધ હોય તેના એક વચન અને બહુવચનની અપેક્ષાએ ચાર ભંગ થાય) આ રીતે ગંધ સંબંધી છ ભંગ થાય છે. જે રીતે વર્ણના ૯૦ ભંગ કહ્યા છે, તે જ રીતે રસના ૯૦ ભંગ કહેવા જોઈએ.
९ जइ दुफासे- जहेव परमाणुपोग्गले चत्तारि भंगा। जइतिफासे सव्वे सीए देसे णिद्धे देसे लुक्खे, सव्वे सीए देसे णिद्धे देसा लुक्खा, सव्वे सीए देसा णिद्धा देसे लुक्खे, सव्वे सीए देसा णिद्धा देसा लुक्खा, एए चत्तारि भंगा सव्वे उसिणे देसे णिद्धे देसे