________________
શતક–૨૦ઃ ઉદ્દેશક-૫
-
પ્રધાનતા સ્વીકારીને બે પરમાણુ હોવાથી રૂક્ષ સ્પર્શમાં અનેક દેશ માનીએ ત્યારે બીજો ભંગ ઘટિત થાય છે. (૩) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ :– બે આકાશ પ્રદેશ પર સ્થિત ત્રિપ્રદેશી સ્કંધમાં એક આકાશપ્રદેશ પર રહેલા બે પરમાણુમાં ઉષ્ણ અને સ્નિગ્ધ સ્પર્શ હોય, તેમાં ક્ષેત્રની પ્રધાનતાથી ઉષ્ણ સ્પર્શમાં એક દેશ અને દ્રવ્યની પ્રધાનતાથી સ્નિગ્ધ સ્પર્શમાં અનેક દેશ ગણાય છે. અને એક આકાશ પ્રદેશ પર રહેલા એક પરમાણુમાં શીત અને રૂક્ષનો એક દેશ હોવાથી ત્રીજો ભંગ બને છે. (૪) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ ઃ– જ્યારે તે જ સ્કંધમાં પૂર્વવત્ ઉષ્ણ સ્પર્શમાં દ્રવ્યની પ્રધાનતાથી અનેક દેશ અને સ્નિગ્ધ સ્પર્શમાં ક્ષેત્રની પ્રધાનતાથી એક દેશ માનીએ ત્યારે ચોથો ભંગ બને છે.
(૫) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ ઃ– જ્યારે ત્રિપ્રદેશી સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે એક આકાશ પ્રદેશ પર રહેલા એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ સ્પર્શ હોય તે એક દેશ શીત એક દેશ સ્નિગ્ધ કહેવાય અને બે આકાશ પ્રદેશ પર રહેલા બે પરમાણુમાં ઉષ્ણ અને રૂક્ષ સ્પર્શ હોય તે અનેક દેશ ઉષ્ણ અને અનેક દેશ રૂક્ષ કહેવાય. આ રીતે પાંચમો ભંગ થાય છે. (૬) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ :– જ્યારે ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત ત્રણ પ્રદેશી બંધનો એક પ્રદેશ શીત અને રૂક્ષ હોય અને બે પ્રદેશ ઉષ્ણ અને સ્નિગ્ધ હોય ત્યારે છઠ્ઠો ભંગ થાય છે.
(૭) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ :– જ્યારે બે આકાશ પ્રદેશ · બે પર સ્થિત ત્રિપ્રદેશી સ્કંધમાં એક આકાશ પ્રદેશ પર રહેલા બે પરમાણુ શીત અને રૂક્ષ છે. તેમાં શીત સ્પર્શમાં દ્રવ્યની પ્રધાનતાથી અનેક દેશ શીત અને રૂક્ષ સ્પર્શમાં ક્ષેત્રની પ્રધાનતાથી એક દેશ રૂક્ષ ગણાય. અને બીજા આકાશ પ્રદેશ પર સ્થિત એક પરમાણુમાં ઉષ્ણ અને સ્નિગ્ધ સ્પર્શ હોય ત્યારે સાતમો ભંગ થાય છે. (૮) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂશ ઃ— જ્યારે ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત ત્રિપ્રદેશી સ્કંધમાં એક પ્રદેશમાં ઉષ્ણ અને સ્નિગ્ધ સ્પર્શ હોય અને બે પ્રદેશમાં શીત અને રૂક્ષ સ્પર્શ હોય ત્યારે આઠમો ભંગ થાય છે.
૫૧
(૯) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ :– જ્યારે ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત ત્રિપ્રદેશી સ્કંધમાં એક પ્રદેશમાં ઉષ્ણ અને રૂક્ષ સ્પર્શ હોય અને બે પ્રદેશમાં શીત અને સ્નિગ્ધ સ્પર્શ હોય ત્યારે નવમો ભંગ થાય છે.
આ રીતે ત્રિપ્રદેશી ધ બે આકાશ પ્રદેશ પર સ્થિત હોય તેના પાંચ ભંગ દ્રવ્ય અને ક્ષેત્રની પ્રધાનતા કે ગૌણતા કરીને એકવચન, બહુવચનની અપેક્ષાએ થાય છે અને તે સ્કંધ ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય તેની અપેક્ષાએ ચાર ભંગ થાય છે.
સંક્ષેપમાંઃ– ત્રિપ્રદેશી કંધમાં ચાર સ્પર્શ હોય ત્યારે નવ ભંગ થાય તેની રીત–
૧૧ ૧ ૧ – ચારે સ્પર્શ એક વચનમાં હોય,
૧ ૧ ૧ ૨ – ત્રણ સ્પર્શ એક વચનમાં એક બહુવચનમાં ૧૧૧ ૧ ૧ ૨ ૧ – ત્રણ સ્પર્શ એક વચનમાં એક બહુવચનમાં ૧ ૨ ૧ ૧– ત્રણ સ્પર્શ એક વચનમાં એક બહુવચનમાં
૧ ૨ ૧ ૨ – બે સ્પર્શ એક વચનમાં બે બહુવચનમાં
(૧)
(૨)
(૩)
(૪)
(૫)