________________
૫૪૦
શ્રી ભગવતી સૂત્ર-૪
ત્રિપ્રદેશી સ્કંધમાં ત્રણ વર્ણ હોય ત્યારે ત્રિસંયોગી-૧૦ ભંગ થાય છે; તે મૂળપાઠથી સ્પષ્ટ છે. આ રીતે ત્રિપ્રદેશ સ્કંધમાં વર્ણપરિણામના અસંયોગી-૫ ભંગ,દ્વિસંયોગી-૩૦ ભંગ અને ત્રિસંયોગી-૧૦ ભંગ થતાં કુલ ૫+૩૦+૧૦ = ૪૫ ભંગ થાય છે. ગંધ-પરિણામ :- જ્યારે ત્રિપ્રદેશી સ્કંધના ત્રણે પ્રદેશ સમાન ગંધ પરિણામવાળા હોય ત્યારે બે ભંગ થાય છે– (૧) સુરભિગંધ (૨) દુરભિગંધ. જ્યારે ત્રણે પ્રદેશ ભિન્ન ગંધ પરિણામવાળા હોય ત્યારે તેની અવગાઢતાના આધારે એક અને અનેક અંશની કલ્પનાથી પૂર્વવતુ ત્રણ ભંગ થાય છે. (૧) એક અંશ સુરભિગંધ, એક અંશ દુરભિગંધ, (૨) એક અંશ સુરભિગંધ, અનેક અંશ દુરભિગંધ, (૩) અનેક અંશ સુરભિગંધ, એક અંશ દુભિગંધ. આ રીતે અસંયોગી–૨ભંગ અને દ્વિસંયોગી-૩ ભંગ; આ રીતે ત્રિપ્રદેશના ગંધ પરિણામના પાંચ ભંગ થાય છે. રસ પરિણામ:- વર્ણની જેમ રસના અસંયોગી–૫ ભંગ, દ્ધિકસંયોગી ૩૦ ભંગ અને ત્રિકસંયોગી–૧૦ ભંગ કુલ ૪૫ ભંગ થાય છે. સ્પર્શ પરિણામ :- ત્રણ પ્રદેશમાં ઉત્કૃષ્ટ સ્પર્શ ચાર હોય છે. જ્યારે ત્રિપ્રદેશ સ્કંધમાં બે સ્પર્શ હોય, ત્યારે ક્રિપ્રદેશ સ્કંધની સમાન ચાર ભંગ થાય છે.
જ્યારે ત્રણ સ્પર્શ હોય ત્યારે– (૧) સર્વ શીત એક દેશ સ્નિગ્ધએક દેશ રૂક્ષ - ત્રિપ્રદેશી સ્કંધ બે આકાશ પર સ્થિત હોય ત્યારે તેમાં આકાશપ્રદેશ રૂપ ક્ષેત્રની પ્રધાનતાથી બે અંશની કલ્પના કરી શકાય છે. તેના બંને અંશમાં એક શીત સ્પર્શ હોય અને તે બંને શીત અંશમાં એક અંશ સ્નિગ્ધ હોય અને એક અંશ રૂક્ષ હોય તો પ્રથમ ભંગ થાય. (૨) સર્વ શીત એક દેશ સિનગ્ધ-અનેક દેશ રૂક્ષ - જ્યારે તે ત્રણ આકાશ પ્રદેશ પર સ્થિત હોય ત્યારે તેમાં ત્રણ અંશની કલ્પના કરી શકાય છે. તેના ત્રણે અંશમાં શીત સ્પર્શ તો હોય જ અને તે ત્રણે શીત અંશમાં એક અંશ સ્નિગ્ધ અને શેષ બે અંશ અર્થાત્ અનેક અંશ રૂક્ષ હોય ત્યારે બીજો ભંગ થાય. (૩) સર્વ શીત-અનેક દેશ સ્નિગ્ધ-એક દેશ રૂક્ષ - ત્રણે શીત અંશમાં બે અંશ(અનેક અંશ)માં સ્નિગ્ધ અને એક અંશમાં રૂક્ષ સ્પર્શ હોય ત્યારે ત્રીજો ભંગ થાય છે. આ રીતે સર્વ શીત સાથે ત્રણ ભંગ થયા. તે જ રીતે સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ અને સર્વ રૂક્ષ સાથે ત્રણ-ત્રણ ભંગ જાણવા જોઈએ. કુલ ૧૨ ભંગ થાય.
જ્યારે ત્રિપ્રદેશી સ્કધમાં ચાર સ્પર્શ હોય ત્યારે એકવચન અને બહુવચનની અપેક્ષાએ નવ ભંગ થાય છે. (૧) એક દેશ શીત, એક દેશ ઉષણ, એક દેશ સ્નિગ્ધ, એક દેશ રૂક્ષ :- જ્યારે ત્રિપ્રદેશ સ્કંધ બે આકાશપ્રદેશ પર સ્થિત હોય ત્યારે તેના એક આકાશ પ્રદેશ પર રહેલો એક પરમાણુ શીત અને સ્નિગ્ધ હોય અને બીજા આકાશ પ્રદેશ પર રહેલા બે પરમાણુ ઉષ્ણ અને રૂક્ષ હોય ત્યારે અવગાહનાની પ્રધાનતાએ બે પરમાણુ એક જ આકાશ પ્રદેશ પર સ્થિત હોવાથી તેને એક દેશ ગણાય છે. તેથી ચારે સ્પર્શ એકવચનમાં ગણીને પ્રથમ ભંગ થાય છે. (૨) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ, અનેક દેશ રૂક્ષ -બે આકાશ પ્રદેશ પર રહેલા ત્રિપ્રદેશ સ્કંધમાં પૂર્વવતુ એક આકાશ પ્રદેશ પર રહેલા એક પરમાણુમાં શીત અને સ્નિગ્ધ સ્પર્શ હોવાથી એક દેશ શીત, એક દેશ સ્નિગ્ધ સ્પર્શ છે અને બીજા આકાશ પ્રદેશ પર રહેલા બે પરમાણુમાં ઉષ્ણ અને રૂક્ષ સ્પર્શ છે. તેમાં ક્ષેત્રની પ્રધાનતા કરીને ઉષ્ણ સ્પર્શનો એક અંશ અને ક્ષેત્રને ગાણ કરીને દ્રવ્યની