________________
શતક–૨૦: ઉદ્દેશક-૫
[ પ૩૯]
ના
રૂક્ષ હોય છે. (૩) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૪) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૫) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે (૬) એક દેશ શીત, અનેક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૭) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે (૮) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે (૯) અનેક દેશ શીત, એક દેશ ઉષ્ણ, અનેક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ, આ રીતે ચાર સંયોગી નવ ભંગ થયા. સર્વ મળી ત્રિપ્રદેશ સ્કંધમાં સ્પર્શના કુલ ૨૫ ભંગ હોય છે. વિવેચન :
ત્રિપ્રદેશ સ્કંધમાં ત્રણ પરમાણુ હોય છે. ત્રણે ય પરમાણુ ક્યારેક સરખા વર્ણાદિવાળા હોયતો ક્યારેક ભિન્ન-ભિન્ન વર્ણવાળા હોય. ક્યારેક બે પરમાણુ સમાન વર્ણવાળા હોય અને એક પરમાણુ ભિન્નવર્ણવાળો હોય. આવી વિવિધતાના કારણે તેમાં અનેક વિકલ્પો થાય છે. દ્રવ્ય અપેક્ષાએ સ્કંધગત ત્રણે ય પરમાણુ સ્કંધના દેશ કે અંશ કહેવાય છે.
વર્ણના અસંયોગી ૫ ભંગ– ત્રિપ્રદેશ સ્કંધના ત્રણે પરમાણુઓ સમાન વર્ણવાળા હોય, અર્થાત્ ત્રણે પરમાણુ કાળા, નીલા, લાલ, પીળા કે શ્વેત હોય ત્યારે અસંયોગી પાંચ ભંગ બને છે.
વર્ણના હિંસયોગી ૩૦ ભંગ- ત્રિપ્રદેશ સ્કંધમાં જ્યારે બે વર્ણ હોય ત્યારે દ્વિસંયોગી ભંગ બને છે. (૧) એક અંશ કાળો એક અંશ નીલો- આ ભંગ દ્રવ્ય અપેક્ષાએ ઘટિત થઈ શકે નહીં કારણ કે ત્રણ પરમાણુમાંથી એક પરમાણુ કાળો અને બે પરમાણુ નીલા હોય તો એક દેશ કાળો અને બે દેશ(અનેક દેશ) નીલા કહેવાય. આવા સમયે ક્ષેત્ર અપેક્ષાએ ભંગ ઘટાવવા જરૂરી બને છે. તથાવિધ પરિણામથી ત્રિપ્રદેશી સ્કંધ એક પ્રદેશાવગાહી, બે પ્રદેશાવગાહી અને ત્રિપ્રદેશાવગાહી બનીને રહી શકે છે. તે સ્કંધ ક્રિપ્રદેશાવગાહી હોય તો, ક્ષેત્ર અપેક્ષાએ બે દેશ અને ત્રિપ્રદેશાવગાહી હોય તો તેના ત્રણ દેશ થાય છે.
ત્રિપ્રદેશ સ્કંધ જ્યારે હિપ્રદેશાવગાઢ હોય ત્યારે તેના બે વિભાગમાંથી એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત એક પરમાણુ કાળો હોય અને બીજા આકાશ પ્રદેશ ઉપર સ્થિત બે પરમાણુ નીલા હોય ત્યારે ક્ષેત્ર અપેક્ષાએ એક દેશ કાળો અને એક દેશ નીલો કહી શકાય છે.
આ રીતે કેટલાક ભંગો ક્ષેત્ર અપેક્ષાએ ઘટિત થાય છે, તેને તે ભંગના કથન સમયે સૂચિત કર્યા છે. (૨) એક અંશ કાળો અનેક અંશ નીલા- જ્યારે ત્રિપ્રદેશ સ્કંધ ત્રણ આકાશપ્રદેશ પર સ્થિત હોય ત્યારે તેમાં ત્રણ અંશ થાય છે. તેમાં એક અંશ કાળો અને બે અંશ અર્થાતુ અનેક અંશ નીલા હોય. (૩) અનેક અંશ કાળા એક અંશ નીલો– ત્રણ આકાશ પર સ્થિત ત્રિપ્રદેશ સ્કંધના બે અંશ(અનેક અંશ) કાળા અને એક અંશ નીલો હોય છે.
- આ રીતે ત્રિપ્રદેશ સ્કંધની અવગાહનાના ભેદથી તેમાં બે અંશ અને ત્રણ અંશની કલ્પના કરીને કાળા-નીલા તે બે વર્ણના સંયોગમાં ત્રણ ભંગ થાય.આ રીતે કાળો અને નીલો તે એક દ્વિસંયોગીના ત્રણ ભંગ થવાથી દશ દ્વિસંયોગીના ૩૦ ભંગ થાય છે. દશ દ્વિસંયોગ આ પ્રમાણે છે– (૧) કાળો-નીલો, (૨) કાળો-લાલ, (૩) કાળો-પીળો, (૪) કાળો-શ્વેત, (૫) નીલો-લાલ, (૬) નીલો-પીળો, (૭) નીલો-શ્વેત, (૮) લાલ-પીળો, (૯) લાલ શ્વેત, (૧૦) પીળો-શ્વેત. આ દશ દ્વિસંયોગના ત્રણ-ત્રણ ભંગ થતાં ૩૦ ભંગ થાય છે.