________________
શ્રી ભગવતી સૂત્ર–૪
जइ एगगंधे- सिय सुब्भिगंधे सिय दुब्भिगंधे । जइ दुगंधे सिय सुब्भिगंधे य दुगंधे य, एवं तिणि भंगा। रसा जहा वण्णा ।
जइ दुफासे- सिय सीए य णिद्धे य, एवं जहेव दुपएसियस्स तहेव चत्तारि भंगा ।
૫૩૮
जइतिफासे- सव्वे सीए देसे णिद्धे देसे लुक्खे, सव्वे सीए देसे णिद्धे देसा लक्खा, सव्वे सीए देसा णिद्धा देसे लुक्खे एए तिण्णि; सव्वे उसिणे देसे णिद्धे देसे लुक्खे, एत्थ वि भंगा तिण्णि; सव्वे णिद्धे देसे सीए देसे उसिणे एत्थ वि भंगा तिणि; सव्वे लुक्खे देसे सीए देसे उसिणे एत्थ भंगा तिण्णि; एवं एए दुवालस भंगा।
ભાવાર્થ :- જ્યારે ત્રિપ્રદેશી સ્કંધમાં ત્રણ વર્ણ હોય તો– (૧) કદાચિત્ કાળો, નીલો અને લાલ હોય છે અથવા (૨) કાળો, નીલો અને પીળો હોય છે અથવા (૩) કાળો, નીલો અને શ્વેત હોય છે અથવા (૪) કાળો, લાલ અને પીળો હોય છે અથવા (૫) કાળો, લાલ અને શ્વેત હોય છે અથવા (૬) કાળો, પીળો અને શ્વેત હોય છે અથવા (૭) નીલો, લાલ અને પીળો હોય છે અથવા (૮) નીલો, લાલ અને શ્વેત હોય છે અથવા (૯) નીલો, પીળો અને શ્વેત અથવા (૧૦) કદાચિત્ લાલ, પીળો અને શ્વેત હોય છે, આ રીતે ત્રિસંયોગી દશ
ભંગ થાય છે.
જો એક ગંધ હોય તો (૧) ક્યારેક સુગંધિત (૨) ક્યારેક દુર્ગંધિત હોય છે. જો બે ગંધ હોય તો સુગંધિત દુર્ગંધિતના (એક અંશ અને અનેકઅંશની અપેક્ષાએ પૂર્વવત્) ત્રણ ભંગ થાય છે. આ રીતે ગંધના પાંચ ભંગ થાય છે.
જે રીતે વર્ણના ૪૫ ભંગ છે, તે જ રીતે રસના પણ ૪૫ ભંગ જાણવા જોઈએ.
જો ત્રિપ્રદેશી સ્કંધમાં બે સ્પર્શ હોય તો— ક્યારેક શીત અને સ્નિગ્ધ, ઇત્યાદિ ચાર ભંગ દ્વિપ્રદેશી સ્કંધની જેમ સમજવા જોઈએ. જો ત્રણ સ્પર્શ હોય તો– (૧) સર્વશીત, એક દેશ સ્નિગ્ધ અને એકદેશ રૂક્ષ (૨) સર્વશીત, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ રૂક્ષ હોય છે (૩) સર્વશીત, અનેક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે; આ ત્રણ ભંગ થાય. અથવા (૪ થી ૬) સર્વ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે, અહીં પણ પૂર્વવત્ ત્રણ ભંગ જાણવા જોઈએ. ક્યારેક (૭ થી ૯) સર્વસ્નિગ્ધ, એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ હોય. અહીં પણ પૂર્વવત્ ત્રણ ભંગ થાય છે. ક્યારેક (૧૦ થી ૧૨) સર્વ રૂક્ષ, એક દેશ શીત, એક દેશ ઉષ્ણ હોય, અહીં પણ પૂર્વવત્ ત્રણ ભંગ થાય છે. આ રીતે સ્પર્શના ત્રિકસંયોગી બાર ભંગ થાય છે.
५ जइ चडफासे- देसे सीए, देसे उसिणे, देसे णिद्धे देसे लुक्खे; देसे सीए देसे उसिने देसे णिद्धे देसा लुक्खा, देसे सीए देसे उसिणे देसा णिद्धा देसे लुक्खे, देसे सीए देसा उसिणा देसे णिद्धे देसे लुक्खे, देसे सीए देसा उसिणा देसे मिद्धे देसा लुक्खा, देसे सीए देसा उसिणा देसा णिद्धा देसे लुक्खे, देसा सीया देसे उसिणे देसे णिद्धे देसे लुक्खे, देसा सीया देसे उसिणे देसे णिद्धे देसा लुक्खा, देसा सीया देसे उसिणे देसा णिद्धा देसे लुक्खे, एवं चसंयोगी नव भंगा। सव्वे एए तिपएसिए फासेसु पणवीसं भंगा।
ભાવાર્થ:- જ્યારે તે ત્રિપ્રદેશીમાં ચાર સ્પર્શ હોય, ત્યારે (૧) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રૂક્ષ હોય છે. (૨) એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશ