________________
શતક–૨૦: ઉદ્દેશક-૪.
૫૩૩
શતક-ર૦: ઉદ્દેશક-૪
ઉપચય
ઇન્દ્રિય ઉપચય :| १ कइविहे णं भंते ! इंदियउवचए पण्णत्ते?
गोयमा !पंचविहे इंदियोवचए पण्णत्ते,तंजहा- सोइदियउवचए जावफासिंदिय उवचए । एवं बिइओ इंदियउद्देसओ णिरवसेसो भाणियव्वो जहा पण्णवणाए । सेवं भंते!
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયોપચયના કેટલા પ્રકાર છે?
ઉત્તર-હે ગૌતમ! ઇન્દ્રિયોપચયના પાંચ પ્રકાર છે. યથા-શ્રોતેન્દ્રિયોપચય યાવતુસ્પર્શેન્દ્રિયોપચય ઇત્યાદિ પ્રજ્ઞાપના સૂત્રના પંદરમા પદના બીજા ઇન્દ્રિયોદ્દેશક અનુસાર સંપૂર્ણ વર્ણન જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. // વિવેચન :
ઉપચય એટલે વૃદ્ધિ પામવું. ઇન્દ્રિયો પાંચ છે તેથી તેનો ઉપચય પણ પાંચ પ્રકારનો છે. આ વિષયનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપના સૂત્રમાં છે.
શતક ૨૦/૪ સંપૂર્ણ
,