________________
૫૩૪.
શ્રી ભગવતી સૂત્ર-૪
જે
જે
શતક-૨૦ઃ ઉદ્દેશક-પ
સંક્ષિપ્ત સાર * આ ઉદ્દેશકમાં પરમાણુ અને સ્કંધમાં પ્રાપ્ત થતાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના વિવિધ વિકલ્પોનું વિસ્તૃત વર્ણન છે. * પુદ્ગલ દ્રવ્ય રૂપી છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તેના ગુણ છે. તેથી પ્રત્યેક પરમાણુ કે સ્કંધમાં તેના ગુણ અવશ્ય હોય જ છે.
સ્કંધના દ્ધિપ્રદેશી, ત્રિપ્રદેશી આદિ અનંત પ્રકાર છે અને વર્ણાદિના પણ પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શરૂપ ૨૦ પ્રકાર છે. તેથી સ્કંધમાં એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ણ આદિ વિવિધ વિકલ્પો સંભવે છે. તેના અસંયોગી, દ્ધિકસંયોગી, ત્રિકસંયોગી આદિ વિવિધ ભંગો થાય છે. પ્રસ્તુત ઉદ્દેશકમાં તેનું વિસ્તૃત કથન છે. કે પરમાણુ અવિભાજ્ય નિરંશ છે, તેમાં કોઈ પણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને બે સ્પર્શ શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ, તે ચાર સ્પર્શમાંથી અવિરોધી બે સ્પર્શ હોય છે. * દ્ધિપ્રદેશી અંધમાં બે અંશ હોય છે. તેથી કોઈ પણ એક અથવા બે વર્ણ; એક અથવા બે ગંધ; એક અથવા બે રસ અને બે, ત્રણ અથવા ચાર સ્પર્શ હોય છે. * ત્રિપ્રદેશ સ્કંધમાં એક, બે અથવા ત્રણ વર્ણ; એક અથવા બે ગંધ; એક, બે અથવા ત્રણ રસ અને બે, ત્રણ અથવા ચાર સ્પર્શ હોય છે. આ રીતે પ્રત્યેક સ્કંધમાં યથાયોગ્ય વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. * સુક્ષ્મ અનંત પ્રદેશ સ્કંધ પર્વતના પ્રત્યેક સ્કંધમાં શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ તે ચાર સ્પર્શમાંથી બે, ત્રણ કે ચાર સ્પર્શ હોય છે. * બાદર અનંત પ્રદેશ સ્કંધમાં ચાર, પાંચ, છ, સાત કે આઠ સ્પર્શ હોય છે અર્થાત્ કર્કશ, મૃદુ, ગુરુ, લઘુ આ ચાર સ્પર્શ બાદર અનંત પ્રદેશ સ્કંધમાં જ હોય છે.
આ રીતે પુગલ દ્રવ્યમાં વર્ણાદિની અપેક્ષાએ અનંત પ્રકારની વિવિધતા છે.