________________
પ૩ર ]
શ્રી ભગવતી સૂત્ર-૪ |
गोयमा !जहा बारसमसए पंचमुइसे जावकम्मओणंजए, णोअकम्मओविभत्तिभावं પરિમા | સેવ મતે સેવે મને ! I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતા જીવમાં, કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પરિણામો હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! શતક-૧૨/૫ અનુસાર જાણવું યાવત કર્મથી જીવ જગત છે, કર્મ સિવાય જીવમાં વિવિધ પરિણામ થતા નથી, ત્યાં સુધી વર્ણન અહીં જાણવું જોઈએ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે વિવેચન :
પૂર્વોક્ત સૂત્રમાં નિરૂપણ છે કે જીવની પર્યાયો જીવમાં જ પરિણત થાય છે. અન્યત્ર પરિણત થતી નથી. તો પ્રશ્ન થાય કે વર્ણાદિ પર્યાયો પુગલની છે, તો તે પર્યાયો જીવમાં પરિણત થાય કે નહીં? તેના અનુસંધાનમાં આ સૂત્ર સમાધાન કરે છે.
ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ તૈજસ-કાર્પણ શરીર સહિત છે અને તે દારિક શરીર યોગ્ય પુદ્ગલને ગ્રહણ કરે છે. શરીર પુદ્ગલમય છે, તે વર્ણાદિથી યુક્ત હોય છે અને જીવ વર્ણાદિથી રહિત હોય છે. તેમ છતાં શરીરથી કથંચિત્ અભિન્ન જીવ ગર્ભમાં ઉત્પન્ન થાય છે. તેથી પ્રત્યેક સંસારી જીવ વર્ણાદિ યુક્ત હોય છે, તે પ્રમાણે કહેવાય છે. અર્થાતુ શરીરના વર્ણાદિ પણ અપેક્ષાએ જીવના પરિણામ કહેવાય છે.
શતક ૨૦/૩ સંપૂર્ણ
,