________________
શતક–૨૦: ઉદ્દેશક-૨
પ૨૯ |
દ્રવ્યોને જુદા જુદા સ્વરૂપે ધારણ કરી રાખે છે. અંબર - અમ્બ-જલ. તેને ઉત્પન્ન કરનાર. અમ્બરસ - જલરૂપ રસ જેમાંથી ઝરતો હોય તે. છિદ્ર - પોલાણ વાળું છે તે. શષિર - સમુદ્રાદિમાંથી જલનું શોષણ કરીને પુનઃ આપી દે તેને શુષિર કહે છે. માર્ગ = આકાશ સ્વયં પથરૂપ હોવાથી માર્ગ છે. વિમુખ - જેનું કોઈ મુખ ન હોય તે. અર્ધ - જેના પર અર્દન-ગમન થાય છે. વ્યર્ડ - વિશેષરૂપથી ગમન થાય છે. વ્યોમ - વિશેષરૂપે પક્ષીઓ અને મનુષ્યોનું જેમાં અવન-રક્ષણ થાય છે. ભાજન - સંસારના આશ્રયદાતા. અંતરિક્ષ - જેનો અંત મધ્યમાં દેખાય છે. શ્યામ - શ્યામવર્ણ હોવાથી શ્યામ. અવકાશાન્તર - અવકાશરૂપ છે તે. અગમ - લોકાલોકમાં વ્યાપક હોવાથી અથવા સ્વયં ગમન ક્રિયા રહિત હોવાથી અગમ છે. સ્ફટિક - સ્ફટિક સમાન સ્વચ્છ હોવાથી સ્ફટિક કહેવાય છે. અનત - અંત વિનાનું હોવાથી અનંત છે. જીવાસ્તિકાયના અભિવચનો - જીવ જે પ્રાણધારણ કરે છે, જીવે છે તેને જીવ કહે છે. જીવ શબ્દના અનેક અભિવચનો છે. તેમાંથી પ્રાણ, ભૂત, જીવ, સત્ત્વ આદિ પ્રસિદ્ધ છે. તે જૈનશાસ્ત્રોના પારિભાષિક શબ્દો છે.
પ્રાણ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિયને પ્રાણ કહે છે. ભૂતવનસ્પતિને ભૂત કહે છે. જીવન પંચેન્દ્રિય-પ્રાણીઓને જીવ કહે છે. સત્ત્વ= પૃથ્વીકાયથી વાયુકાયને સત્ત્વ કહે છે. પ્રકારાન્તરથી તેની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે
પ્રાણ પ્રાણવાયુને અંદર લેવાના અને બહાર છોડવાના કારણે અર્થાત્ શ્વાસોચ્છવાસ લેવાના કારણે જીવને પ્રાણ કહે છે. ભૂત- ત્રણે કાળમાં અસ્તિત્વ ધરાવતો હોવાથી તેને ભૂત કહે છે. જીવ- જે જીવે છે, દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણને ધારણ કરે છે તેથી તેને જીવ કહે છે. સત્વ- શુભાશુભ કર્મોની સાથે સંબદ્ધ છે, શુભાશુભ કર્મ કરવામાં સમર્થ છે અને સત્તાવાળો છે. તેથી તેને શક્ત, સક્ત તેમજ સત્ત્વ કહે છે.
વિજ્ઞ- કડવો, કષાયેલો આદિ રસને તેમ જ સુખ દુઃખને જાણે છે તેથી તે વિજ્ઞ છે. વેત્તા- સુખ દુઃખનું વેદન કરે છે તેથી વેત્તા છે. ચેતા- કર્મપુગલોનો ચય-સંચય કરનાર હોવાથી તેને ચત્તા કહે છે. જેરા- કર્મરૂપી શત્રુને જીતનાર હોવાથી તેને જેતા કહે છે. આત્મા- જે ભિન્ન ભિન્ન પર્યાયોને પ્રાપ્ત કરે છે તે આત્મા. જે સર્વ જ્ઞેય પદાર્થોને પોતાના જ્ઞાનથી વ્યાપ્ત કરે છે તે આત્મા.
રંગણ- રાગાદિના સંબંધથી તેને રંગણ કહે છે. માનવ જે નવીન નથી, પ્રાચીન છે, અર્થાત્ અનાદિ છે તે માનવ. હિંડક- જે વિવિધ ગતિઓમાં હિંડન એટલે ભ્રમણ કરે છે તે હિંડુક છે. પુગલઆત્મા પુગલને ગ્રહણ કરીને શરીર બનાવે છે. શરીર આત્માથી કચિત્ અભિન્ન છે અને પોતે બનાવેલા શરીરોનો પૂરણ-ગલન સ્વભાવ હોવાથી તે પુદ્ગલ. કર્તા- કર્મોના કર્તા હોવાથી કર્તા. વિકત વિવિધ કર્મોનો કર્તા અથવા કર્મોનો છેદક હોવાથી વિકર્તા. જગત- અતિશય ગમનશીલ- વિવિધ ગતિઓમાં ગમનશીલ હોવાથી તેને જગત કહે છે. જા જે જન્મ ગ્રહણ કરે છે. યોનિ- અન્યને ઉત્પન્ન કરે તે યોનિ. સ્વયંભૂ-સ્વયં પોતાના કર્મોના ફળ સ્વરૂપ હોવાથી તે સ્વયંભૂ છે. સશરીરી મોક્ષગમન પહેલાં તે સશરીરી હોવાથી તેને સશરીરી કહે છે. નાયક - સ્વકર્મોનો નેતા હોવાથી તે નાયક. અંતરાત્માન સમ્યગ્દર્શની આત્મા શરીરથી ભિન્ન થઈ અંતે આત્મસ્વરૂપમાં સ્થિર થઈ જાય છે તેથી તેને અંતરાત્મા કહે છે.
તે શતક ૨૦/ર સંપૂર્ણ છે
તે