________________
પ૨૮ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ઉત્તર- હે ગૌતમ ! જીવાસ્તિકાયના અનેક અર્થો છે. યથા- જીવ, જીવાસ્તિકાય, પ્રાણ, ભૂત, સત્ત્વ, વિજ્ઞ, વેત્તા, ચેત્તા(પુગલોનો સંચય કરનાર) જેરા(કર્મશત્રુને જીતનાર) આત્મા, રંગણ(રાગયુક્ત) હિંડુક (ગમન કરનાર) પુદ્ગલ, માનવ(નવો નથી, પ્રાચીન, અનાદિ) કર્તા, વિકર્તા(વિવિધ કર્મો કરનાર), જગત (ગમનશીલ), જખ્ત, યોનિ(ઉત્પાદક), સ્વયંભૂ, સશરીરી, નાયક, અંતરાત્મા, આ સર્વ અને તેની સમાન અન્ય અનેક જીવાસ્તિકાયના અભિવચનો છે. |८ पोग्गलत्थिकायस्सणं भंते ! केवइया अभिवयणा पण्णत्ता?
गोयमा !अणेगा अभिवयणा पण्णत्ता,तंजहा- पोग्गलेइवा, पोग्गलत्थिकायेइ वा, परमाणुपोग्गले इवा,दुपएसिएइवा, तिपएसिएइवा जावअसंखेज्जपएसिएइवा, अणंतपएसिए इवा, जे यावण्णे तहप्पगारा सव्वेतेपोग्गलत्थिकायस्स अभिवयणा ॥ સેવ મંતે સેવ મતે ! I ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુલાસ્તિકાયના કેટલા અર્થો છે?
ઉત્તર- હે ગૌતમ! પગલાસ્તિકાયના અનેક અર્થો છે. યથા- પુગલ, પુદ્ગલાસ્તિકાય, પરમાણુ પગલ, દ્ધિપ્રદેશી, ત્રિપ્રદેશી થાવત્ અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશી, આ સર્વ તથા તેની સમાન અન્ય અનેક પુલાસ્તિકાયના અભિવચનો છે. આ હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે.. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પંચાસ્તિકાયના અભિવચન–અર્થોનો ઉલ્લેખ કર્યો છે. fમવયT:-તે તે વસ્તુના વાચક શબ્દોને, પર્યાયવાચી શબ્દોને અભિવચન કહે છે.
ધર્માસ્તિકાયના પર્યાયવાચી નામો મુખ્યતયા બે છે. ધર્મ અને ધર્માસ્તિકાય. (૧) ધર્મ-ધારણ કરે તે ધર્મ. જીવ અને અજીવને ગમન ક્રિયામાં સહાયક થઈને ધારણ કરે, માટે તેને ધર્મ કહે છે. પ્રાણાતિપાત વિરમણ, સમિતિ વગેરેમાં જે ગમનાદિ ક્રિયાઓ થાય છે તેમાં ધર્માસ્તિકાય સહાયક બને છે તેથી તે ક્રિયાત્મક વ્રત, ગુપ્તિ વગેરેને ધર્માસ્તિકાયના અભિવચન કહ્યા છે. (૨) તે લોક પ્રમાણ વિશાલ પિંડરૂપ હોવાથી તેને અસ્તિકાય કહ્યું છે.
આ રીતે ધર્મ અને ધર્માસ્તિકાયના અર્થ બોધક સર્વ શબ્દો તેના અભિવચન છે. તેનાથી વિપરીત શબ્દો અધમસ્તિકાયના અભિવચન છે. આકાશાસ્તિકાય -આકાશ શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે–આ– મલાયા વિના ના સર્વેદ વચારીને- સ્વસ્વભાવ સમતે યત્રતવાળી શા = મર્યાદાપૂર્વક અથવા અભિવિધિપૂર્વક સર્વ પદાર્થ જ્યાં પોત-પોતાના સ્વભાવને પ્રાપ્ત થાય છે, તેને આકાશ કહે છે. તેના અર્થ સૂચક શબ્દોના અર્થ આ પ્રમાણે છેગગન જેમાં ગમનનો વિષય છે તે. નભ . જેમાં ‘ભા” અર્થાતુ દીપ્તિ ન હોય તે. નભાતિ - છદ્મસ્થના વિષયભૂત નથી તે. સમ - જેમાં નીચી અને ઊંચી જગ્યાનો અભાવ હોય તે સમ. વિષમ - છદ્મસ્થો જેની હદ પામી શકે નહીં તેવા દુર્ગમ હોવાથી તે વિષમ. બહ- ખનન-ખોદવા છતાં અને હાનિ-પ્રલય થવા છતાં પણ જે રહે છે તે ખહ. વિહાયસ - એક સ્થાનેથી અન્ય સ્થાને જતાં વિશેષતયા જેનો ત્યાગ કરાય છે તે. વિવર = વરણ-આવરણથી રહિત હોય તે. વીચિ = વિવિક્ત, અથવા પૃથક. પોતાના આધારે રહેલા સર્વ