________________
૫૩૦
શ્રી ભગવતી સ્ત્ર-૪
શતક-૨૦ : ઉદ્દેશક-૩
સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં જીવની જ્ઞાન આદિ સ્વાભાવિક અને પ્રાણાતિપાત આદિ વૈભાવિક પરિણામોની અને ગર્ભગત જીવની વર્ણાદિ પર્યાયોની પ્રરૂપણા છે.
★
જીવના વિવિધ પરિણામો આ પ્રમાણે છે– પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાન, ૧૮ પાપસ્થાનની વિરતિ, ઔદ્ઘાતિકાદિ ચાર બુદ્ધિ, અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા, ઉત્થાન, કર્મ, બલ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ, ૨૪ દંડકના જીવોનું નૈરયિકપણુ આદિ, આઠ કર્મ, છ ગ્લેશ્યા, ત્રણ દષ્ટિ, પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, ચાર દર્શન, ચાર સંજ્ઞા, પાંચ શરીર, ત્રણ યોગ અને બે ઉપયોગ આદિ સર્વ પરિણામો જીવના સ્વાભાવિક અને વૈભાવિક વિવિધ પરિણામો (પર્યાયો) છે. તે જીવમાં જ પરિણમન પામે છે. અજીવમાં તે પરિણામો હોતા નથી.
ગર્ભગત જીવ વર્ણાદિથી યુક્ત હોય છે. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તે પુદ્ગલ દ્રવ્યની પર્યાય છે અને તેનું પરિણમન હંમેશાં પુદ્ગલ દ્રવ્યમાં જ થાય છે. સંસારી પ્રત્યેક જીવો સશરીરી છે અને શરીર પુદ્ગલમય, હોવાથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત છે. સંસારી જીવ શરીરથી કöચત્ અભિન્ન છે. તે અપેક્ષાએ
શરીરના પર્યાયો જીવના કહેવાય છે.
આ રીતે ગર્ભગત જીવ કે કોઈ પણ સશરીરી જીવો વર્ણાદિથી યુક્ત હોય છે.
દ્રવ્યની એક સમયની અવસ્થાને પર્યાય કહે છે. તેની સ્થિતિ એક સમયની જ હોવાથી તે સતત પરિવર્તનશીલ છે.
જીવ દ્રવ્યમાં સમયે સમયે પરિવર્તન પામતી અવસ્થાને જીવ પર્યાય કહે છે. જીવની શુદ્ધ અવસ્થા તે સ્વાભાવિક પર્યાય અને અશુદ્ધાવસ્થા તે વૈભાવિક પર્યાય છે. જેમ સમુદ્રના તરંગો સમુદ્રથી કથ્થચત્ અભિન્ન છે અને તે તરંગોનું પરિણમન પણ હંમેશાં સમુદ્રમાં જ થાય છે. તે રીતે પર્યાયો, દ્રવ્યની જ અવસ્થા હોવાથી તેનું પરિણમન હંમેશાં તે દ્રવ્યમાં જ થાય છે અને પર્યાય દ્રવ્યથી કચિત્ અભિન્ન હોય છે. આ રીતે ગર્ભગત જીવ કે કોઈ પણ સશરીરી જીવો વદિથી યુક્ત કહેવાય છે.
܀܀܀܀܀