________________
શતક-૨૦: ઉદેશક-૨
_.
[ પ૨૫ |
શતક-ર૦: ઉદ્દેશક-ર
આકાશ
આકાશના ભેદwભેદ:| १ कइविहे णं भंते ! आगासे पण्णत्ते? गोयमा !दुविहे आगासे पण्णत्ते, तंजहालोगागासेय अलोगागासेय। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આકાશના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ ! બે પ્રકાર છે. યથાલોકાકાશ અને અલોકાકાશ. | २ लोगागासे णं भंते ! किं जीवा, जीवदेसा, पुच्छा? गोयमा ! जहा बिइयसए अत्थिउद्देसे तह चेव इह वि आलावगो भाणियव्वं । जाव
धम्मत्थिकाए णं भंते ! केमहालए पण्णत्ते? गोयमा !लोए लोयमेत्तेलोयप्पमाणे लोयफुडे लोयंचेव ओगाहित्ता णं चिट्ठइ । एवं जावपोग्गलत्थिकाए । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! લોકાકાશ જીવરૂપ છે કે જીવદેશરૂપ છે, ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ ! શતક-૨/૧૦ના “અસ્તિ' ઉદ્દેશક અનુસાર સંપૂર્ણ આલાપક(વર્ણન કથન) અહીં પણ જાણવું જોઈએ. યાવ
પ્રશ્ન- હે ભગવનું ! ધર્માસ્તિકાય દ્રવ્ય કેટલું મોટું છે? ઉત્તર- હે ગૌતમ! ધર્માસ્તિકાય દ્રવ્ય લોકરૂપ, લોકમાત્ર, લોક પ્રમાણ, લોકસ્પષ્ટ અને લોકને અવગાહિત કરીને સ્થિત છે. આ જ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પુલાસ્તિકાયનું સંપૂર્ણ કથન શતક-ર/૧૦ અનુસાર કરવું જોઈએ. વિવેચન : -
આકાશ એક અખંડ દ્રવ્ય છે, તેમ છતાં જીવ-જીવાદિ આધેયભૂત વસ્તુની અપેક્ષાએ તેના બે ભેદ થાય છે. જેટલા આકાશક્ષેત્રમાં જીવાજીવાદિ દ્રવ્યો સ્થિત છે તે લોકાકાશ અને તે સિવાયના ભાગને આલોકાકાશ કહે છે. અહીં શતક-૨/૧૦ની ભલામણ છે. ત્યાં અસ્તિકાયોની પ્રમુખતાથી કથન છે અને અહીં આકાશ ઉદ્દેશક હોવાથી આકાશની પ્રમુખતાથી કથનનો પ્રારંભ છે. બંને વર્ણનોમાં અન્ય કોઈ તફાવત નથી. અધોલોકાદિમાં ધર્માસ્તિકાયાદિની અવગાહના :| ३ अहेलोए णं भंते ! धम्मत्थिकायस्स केवइयं ओगाढे ? गोयमा ! साइरेगं अद्धं ओगाढे । एवं एएणं अभिलावेणं जहा बिइयसए जाव