________________
૫૨૪
શ્રી ભગવતી સત્ર-૪
શતક-ર૦ઃ ઉદ્દેશક-ર જે સંક્ષિપ્ત સાર
જે
જે
કે આ ઉદેશકમાં આકાશના ભેદ, લોકના વિવિધ ક્ષેત્રોમાં તેની વ્યાપ્તતા અને પંચાસ્તિકાયના પર્યાયવાચી શબ્દો વગેરેનું પ્રતિપાદન છે. * આકાશ એક અખંડ દ્રવ્ય છે. તેમ છતાં તેના આધેય ભૂત દ્રવ્યોની અપેક્ષાએ તેના બે ભેદ થાય છે. જેટલા આકાશમાં ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો સ્થિત છે તેને લોકાકાશ કહે છે અને તે સિવાયના આકાશને અલોકાકાશ કહે છે. * સંપૂર્ણ લોકધર્માસ્તિકાયને સંપૂર્ણપણે અવગાહિત કરીને સ્થિત છે કારણ કે ધર્માસ્તિકાય લોકપ્રમાણ અખંડ દ્રવ્ય છે. * અધોલોક ધર્માસ્તિકાયના કંઈક અધિક અર્ધભાગને, ઊર્ધ્વલોક કંઈક ન્યુન અર્ધભાગને અને તિરછોલોક અસંખ્યાતમા ભાગને અવગાહિત કરીને રહેલો છે. આ રીતે સર્વ સ્થાનોની અવગાહના શતક-૨/૧૦ અનુસાર જાણવી. * એક જ શબ્દ અનેક અર્થનો, અનેક વસ્તુનો વાચક બની શકે છે. તે જ રીતે વસ્તુના અનંત ગુણો હોવાથી, એક જ વસ્તુ અનેક શબ્દથી વાચ્ય બની શકે છે. સૂત્રકારે પ્રસ્તુત પ્રસંગમાં પંચાસ્તિકાયના અનેક પર્યાયવાચી શબ્દોનું કથન કર્યું છે. * ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિશીલ જીવ અને પુદ્ગલને ગતિ કરવામાં સહાયક બને છે તેથી તેને ધર્માસ્તિકાય કહે છે. * જીવ અને પુદગલને સ્થિર થવામાં સહાયક બને તે અધમસ્તિકાય છે. * જ્યાં સર્વ પદાર્થો પોત પોતાના સ્વભાવમાં સ્થિત થઈ શકે તેવું આધારભૂત દ્રવ્ય આકાશાસ્તિકાય છે. તેની વિશેષતાને અનુલક્ષીને ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહાયસ વગેરે અનેક તેના પર્યાયવાચી નામો છે. * જગતમાં રહેલા સમસ્ત આત્માઓનો સમૂહ જીવાસ્તિકાય કહેવાય છે. આત્મા અનંતગુણોનો ધારક છે. તેની કર્મસહિત અને કર્મમુક્ત અવસ્થાને અનુલક્ષીને તેના માટે અનેક પર્યાયવાચી શબ્દો પ્રયુક્ત થાય છે, જેમાં સ્વયંભૂ, આત્મા, માનવ વગેરે શબ્દો તેની શુદ્ધાવસ્થાને પ્રગટ કરે છે જ્યારે હિંડક, રંગણ, પુદ્ગલ, જંતુ આદિ શબ્દો તેની કર્મસહિતની અવસ્થાને પ્રગટ કરે છે. કે જેમાં પૂરણ અને ગલનનો સ્વભાવ હોય તે પુલ સમૂહને પુદગલાસ્તિકાય કહે છે. તેના મુખ્ય બે પ્રકાર છે– પરમાણ અને સ્કંધ. સ્કંધમાં દ્ધિપ્રદેશી, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંતપ્રદેશી આદિ અનંત ભેદ થાય છે.
આ રીતે પંચાસ્તિકાય માત્રના વર્ણનથી આ ઉદ્દેશક પૂર્ણ થાય છે.