________________
પરદ ]
શ્રી ભગવતી સૂત્ર-૪
ईसिपब्भाराणं भंते ! पुढवी लोगागासस्स किं संखेज्जइभागंओगाढा, पुच्छा? गोयमा! णो संखेज्जइभागं ओगाढा, असंखेज्जइभागं ओगाढा, णो संखेज्जेभागे ओगाढा, णो असंखेजे भागे ओगाढा, णो सव्वलोयं ओगाढा । सेसंतंचेव । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! અધોલોક, ધર્માસ્તિકાયના કેટલા ભાગને અવગાહિત કરીને સ્થિત છે? ઉત્તર- હે ગૌતમ ! કંઈક અધિક અર્ધભાગને અવગાહિત કરીને સ્થિત છે. આ રીતે આ સંપૂર્ણ અભિલાષ(કથન) શતક-૨/૧૦ અનુસાર જાણવું જોઈએ. યાવત
પ્રશ્ન- હે ભગવન્! ઈષત્નાભારા પૃથ્વી શું લોકાકાશના સંખ્યાતમાં ભાગ અથવા અસંખ્યાતમાં ભાગને અવગાહિત કરીને રહેલી છે?
ઉત્તર- હે ગૌતમ ! લોકાકાશના સંખ્યાતમા ભાગને અવગાહિત કર્યો નથી. પરંતુ લોકના અસંખ્યાતમા ભાગને અવગાહિત કર્યો છે. સંખ્યાત અને અસંખ્યાત ભાગોને અવગાહિત કર્યા નથી અને સર્વલોકને પણ અવગાહિત કર્યા નથી, શેષ વર્ણન શતક-૨/૧૦ અનુસાર જાણવું. વિવેચનઃ
અધોલોકનું પ્રમાણ સાત રજ્જથી કંઈક અધિક છે. તેથી તે કંઈક અધિક અર્ધભાગને અવગાહિત કરીને સ્થિત છે. તિર્યગુલોક લોકના અસંખ્યાતમા ભાગને, ઊર્ધ્વલોક લોકના કંઈક ન્યૂન અર્ધભાગને, રત્નપ્રભાદિ પૃથ્વી, ઘનવાત, ઘનોદધિ, તનવાત આદિ લોકના અસંખ્યાતમા ભાગને, આકાશાન્તર સંખ્યામાં ભાગને અને ઈષત પ્રાશ્મારા પૃથ્વી લોકના અસંખ્યાતમા ભાગને અવગાહિત કરીને સ્થિત છે. તેનું વિસ્તૃત વર્ણન શતક-૨/૧૦ પ્રમાણે જાણવું. પંચાસ્તિકાયના પર્યાયવાચી નામ :| ४ धम्मत्थिकायस्सणं भंते ! केवइया अभिवयणा पण्णत्ता?
गोयमा ! अणेगा अभिवयणा पण्णत्ता,तं जहा-धम्मेइ वा धम्मत्थिकाये इवा पाणाइवायवेरमणेइवा मुसावायरवेरमणे इवा एवं जावपरिग्गहवेरमणे इवा,कोहविवेगे इ वा जाव मिच्छादसणसल्लविवेगे इ वा, इरियासमिई इवा, भासासमिई इवा, एसणासमिई इवा, आयाणभंडमत्तणिक्खेवणासमिईइवा,उच्चास्पासवण-खेल-जल्ल सिंघाण-पारिद्धावणिया-समिई इवा, मणगुत्ती इवा, वइगुत्ती इवा, कायगुत्ती इवा, जेयावण्णे तहप्पगारा सव्वेते धम्मत्थिकायस्स अभिवयणा। શદાર્થ-ગમવયUT = પર્યાયવાચી નામ. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! ધર્માસ્તિકાયના કેટલા અર્થો(પર્યાયવાચી નામો) છે?
ઉત્તર- હે ગૌતમ ! અનેક અથો છે યથા- ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવતુ પરિગ્રહવિરમણ, ક્રોધ વિવેક યાવત મિથ્યાદર્શનશલ્ય વિવેક(ત્યાગ), ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આયાણભંડમત્ત નિષ્ણવણિયા સમિતિ, ઉચ્ચાર-પ્રસવણ ખેલજલ્લ સિંઘાણ પરિઠાવણિયા સમિતિ, મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ, આ સર્વ તથા તેની સમાન અન્ય પણ