________________
શતક–૨૦: ઉદ્દેશક-૧
| પ૨૧ ]
સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોય છે?
ઉત્તર- હે ગૌતમ! કેટલાક જીવોને (સંજ્ઞી જીવોને) “અમે આહાર કરીએ છીએ,” તેવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોય છે અને કેટલાક જીવોને(અસંજ્ઞી જીવોને) “અમે આહાર ગ્રહણ કરીએ છીએ.” એવી સંજ્ઞા યાવતુ વચન હોતા નથી, તો પણ તે આહાર તો ગ્રહણ કરે જ છે.
७ तेसिणं भंते ! जीवाणं एवं सण्णा इ वा जाव वई इवा- अम्हे णंइट्ठाणिढे सद्दे, इट्ठाणिढे रूवे, इट्ठाणिढे गंधे, इट्ठाणिढे रसे, इट्ठाणिढे फासे पङिसंवेदेमो?
गोयमा ! अत्थेगइयाणं एवं सण्णा इ वा जाव वई इवा- अम्हे णंइट्ठाणिढे सद्दे जावइट्टाणिढेफासेपडिसंवेदेमो, अत्थेगइयाणंणो एवं सण्णा इवा जाववई इवा-अम्हे णं इट्टाणिढे सद्दे जावइट्ठाणिढे फासे पडिसंवेदेमो, पडिसंवेदेति पुणते। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું તે પંચેન્દ્રિય જીવોને “અમે ઈષ્ટ કે અનિષ્ટ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનો અનુભવ કરીએ છીએ,” તેવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! “અમે ઇષ્ટ કે અનિષ્ટ શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શનો અનુભવ કરીએ છીએ.” તેવી સંજ્ઞા યાવત વચન કેટલાક પંચેન્દ્રિય જીવોને હોય છે અને કેટલાક પંચેન્દ્રિય જીવોને હોતા નથી. તો પણ તે શબ્દ આદિનું સંવેદન તો કરે જ છે. |८ तेणं भंते ! जीवा किं पाणाइवाए उवक्खाइज्जति, पुच्छा?
गोयमा ! अत्थेगइया पाणाइवाए वि उवक्खाइज्जति जाव मिच्छादसण-सल्ले वि उवक्खाइज्जति, अत्थेगइया णो पाणाइवाए उवक्खाइज्जति जावणो मिच्छादसणसल्ले उवक्खाइज्जति । जेसि पिणं जीवाणं ते जीवा एवमाहिज्जति तेसिं पिणं जीवाणं अत्थेगइयाणं विण्णाए णाणत्ते, अत्थेगइयाणं णो विण्णाए णाणत्ते । उववाओ सव्वओ जावसव्वट्ठसिद्धाओ, ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाई । छस्समुग्घाया केवलिवज्जा, उव्वट्टणा सव्वत्थ गच्छति जावसव्वट्ठसिद्धे इ, सेसं जहा વેલિયા ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે પંચેન્દ્રિય જીવો, પ્રાણાતિપાત (જીવ હિંસા)માં સ્થિત કહેવાય છે ઇત્યાદિ પ્રશ્ન?
ઉત્તર- હે ગૌતમ! તે પંચેન્દ્રિય જીવોમાં કેટલાક જીવો પ્રાણાતિપાત યાવતું મિથ્યાદર્શનશલ્યમાં સ્થિત છે. એ પ્રમાણે કહેવાય છે અને કેટલાક જીવો પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શનશલ્યમાં સ્થિત નથી, એ પ્રમાણે કહેવાય છે. તે પંચેન્દ્રિય જીવો જે જીવોની હિંસા આદિ કરે છે, તે જીવોમાંથી કેટલાક જીવોને અમે વધ્ય છીએ, આ અમારા વધક(મારનાર) છે.” આ પ્રકારનું જ્ઞાન હોય છે અને કેટલાક જીવોને આ પ્રકારનું જ્ઞાન હોતું નથી.
પંચેન્દ્રિય જીવોની ઉત્પત્તિ સર્વ જીવોમાંથી યાવત સર્વાર્થસિદ્ધમાંથી પણ થાય છે. તેની સ્થિતિ