________________
પર૦
શ્રી ભગવતી સૂત્ર–૪
અનુભવ કરીએ છીએ,’’ તેવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન અથવા વચન હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી. તેને તેવી સંજ્ઞા વગેરે હોતા નથી પરંતુ તે રસાદિનું સંવેદન કરે છે. તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બાર વર્ષની હોય છે. શેષ પૂર્વવત્ જાણવું. આ જ રીતે તેઇન્દ્રિય અને ચૌરેન્દ્રિય જીવોના વિષયમાં પણ જાણવું જોઈએ પરંતુ ઇન્દ્રિયોમાં અને સ્થિતિમાં અંતર છે. શેષ પૂર્વવત્ જાણવું. સ્થિતિ પ્રજ્ઞાપના સૂત્રના ચોથા સ્થિતિપદ અનુસાર જાણવી જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં વિકલેન્દ્રિય જીવોનું કથન બાર દ્વારથી કર્યું છે. બાર દ્વાર શતક-૧૯ અનુસાર છે.
(૧) વિકલેન્દ્રિય જીવો પ્રત્યેક શરીરી હોવાથી તે બે, ત્રણ, ચાર જીવો મળીને સાધારણ શરીર બાંધતા નથી, તે જીવો સદાય પૃથક્પૃથક્ શરીર બાંધે છે. (૨) તેમાં દેવો આવીને ઉત્પન્ન થતા નથી તેથી પ્રથમ ત્રણ લેશ્યા હોય છે. (૩) તેની અપર્યાપ્તા-વસ્થામાં સાસ્વાદન સમકિત હોવાથી સમ્યગ્દષ્ટ અને મિથ્યાદષ્ટિ બે દષ્ટિ હોય છે. (૪) બે જ્ઞાન અથવા બે અજ્ઞાન હોય છે. (૫) વચનયોગ અને કાયયોગ, આ બે યોગ હોય છે. (૬) સાકાર અને અનાકાર બે ઉપયોગ હોય છે. (૭) તે જીવો ત્રસ હોવાથી ત્રસનાલમાં જ રહે છે તેથી અવશ્ય છ દિશાનો આહાર કરે છે (૮) અવિરતિના પરિણામ હોવાથી ૧૮ પાપસ્થાનમાં સ્થિત છે. (૯) મનુષ્ય અને તિર્યંચ બે ગતિમાંથી આવે છે. (૧૦) બેઇન્દ્રિયની સ્થિતિ જઘન્ય-અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ-૧૨ વર્ષ, તેઇન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ-૪૯ દિન, ચૌરેન્દ્રિયની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ છમાસની છે. (૧૧) પ્રથમના ત્રણ સમુદ્દાત હોય છે. (૧૨) મનુષ્ય અને તિર્યંચ આ બે ગતિમાં જાય છે. પંચેન્દ્રિય જીવોનું બાર દ્વારથી નિરૂપણ
--
५ सिय भंते! जावचत्तारि पंच पंचिंदिया एगयओ साहारणं सरीरं बंधति, पुच्छा? गोमा ! जहा इंदियाणं, णवरं - छल्लेसाओ, दिट्ठी तिविहा वि, चत्तारि णाणा तण अण्णाणा भयणाए, तिविहो जोगो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કદાચિત્ બે, ત્રણ, ચાર અથવા પાંચ પંચેન્દ્રિય જીવો સાથે મળીને સાધારણ શરીર બાંધે છે, ઇત્યાદિ પ્રશ્ન ?
ઉત્તર– હે ગૌતમ ! બેઇન્દ્રિયોની સમાન સંપૂર્ણ વર્ણન જાણવું. વિશેષતા એ છે કે તેમાં છ લેશ્યા અને ત્રણ દષ્ટિ હોય છે; ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાથી(વિકલ્પ) હોય છે તથા ત્રણ યોગ હોય છે. ६ तेसि णं भंते! जीवाणं एवं सण्णा इ वा पण्णा इ वा मणे इ वा वई इ वा अम्हे ण आहारमाहारेमो ?
गोयमा ! अत्थेगइयाणं एवं सण्णा इ वा पण्णा इ वा मणे इ वा वई इ वा - अम्हे णं आहारमाहारेमो | अत्थेगइयाणं णो एवं सण्णा इ वा जाव वई इ वा - अम्हे णं आहारमाहारेमो, आहारैति पुण ते ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું તે પંચેન્દ્રિય જીવોને ‘અમે આહાર ગ્રહણ કરીએ છીએ,’ તે પ્રકારની