________________
| ૫૧૨ |
શ્રી ભગવતી સૂત્ર-૪
શરીર-કરણઃ| ३ कइविहे णं भंते !सरीरकरणे पण्णत्ते? गोयमा ! पंचविहे सरीरकरणे पण्णत्ते, तं जहा- ओरालियसरीरकरणे जावकम्मगसरीरकरणे । एवं जाववेमाणियाणं जस्स जइ સાાિ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શરીર કરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! શરીર કરણના પાંચ પ્રકાર છે. યથા- ઔદારિક શરીર કરણ યાવતુ કાર્પણ શરીર કરણ. આ રીતે વૈમાનિક સુધી જેને જેટલા શરીર હોય, તેને તેટલા શરીર કરણનું કથન કરવું જોઈએ. ઈન્દ્રિયાદિ કરણ:| ४ कइविहे णं भंते ! इंदियकरणे पण्णत्ते?
गोयमा !पंचविहे इंदियकरणेपण्णत्ते,तंजहा-सोईदियकरणे जावफासिंदियकरणे। एवं जाव वेमाणियाणं जस्स जइ इंदियाई । एवं एएणं कमेणं भासाकरणे चउव्विहे, मणकरणे चउव्विहे,कसायकरणेचउबिहे, समुग्घायकरणेसत्तविहे, सण्णाकरणेचउव्विहे, लेसाकरणे छविहे, दिट्ठीकरणे तिविहे, वेदकरणे तिविहे पण्णत्ते,तंजहा- इत्थिवेदकरणे, पुरिसवेदकरणे, णपुंसगवेद-करणे । एएसव्वे णेरइयाई दंडगा जाववेमाणियाणं जस्सणं अत्थि जंतस्स सव्वं भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! ઇન્દ્રિયકરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ ! ઇન્દ્રિયકરણના પાંચ પ્રકાર છે, યથા– શ્રોતેન્દ્રિય કરણ યાવતુ સ્પર્શેન્દ્રિય કરણ. આ રીતે વૈમાનિક સુધી જેને જેટલી ઇન્દ્રિય હોય, તેને તેટલા ઇન્દ્રિય કરણ હોય છે. આ રીતે ચાર પ્રકારના ભાષાકરણ, ચાર પ્રકારના મનકરણ, ચાર પ્રકારના કષાય કરણ, સાત પ્રકારના સમુદ્યાત કરણ, ચાર પ્રકારના સંજ્ઞાકરણ, છ પ્રકારના લેણ્યાકરણ, ત્રણ પ્રકારના દષ્ટિકરણ છે. ત્રણ પ્રકારના વેદ કરણ છે– સ્ત્રીવેદકરણ, પુરુષવેદકરણ, નપુંસકવેદકરણ. આ રીતે નૈરયિકથી લઈને વૈમાનિકો સુધી જેને જે કરણ હોય તેનું કથન કરવું જોઈએ. પ્રાણાતિપાત કરણ:| ५ कइविहे णं भंते ! पाणाइवायकरणे पण्णत्ते?
गोयमा ! पंचविहे पाणाइवायकरणे पण्णत्ते,तंजहा- एगिदिय पाणाइवायकरणे जावपचिंदियपाणाइवायकरणे । एवं णिरवसेसं जाववेमाणियाणं। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રાણાતિપાત-કરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! પ્રાણાતિપાત-કરણના પાંચ પ્રકાર છે. યથા– એકેન્દ્રિય પ્રાણાતિપાત-કરણ થાવત્ પંચેન્દ્રિય પ્રાણાતિપાત-કરણ, આ રીતે વૈમાનિક સુધી સંપૂર્ણ કથન કરવું જોઈએ.