________________
શતક–૧૯: ઉદ્દેશક-૯
[ ૫૧૩]
પુદ્ગલ-કરણ:|६ कइविहेणं भंते ! पोग्गलकरणे पण्णत्ते? गोयमा ! पंचविहे पोग्गलकरणे पण्णत्ते, तंजहा- वण्णकरणे, गंधकरणे, रसकरणे, फासकरणे,संठाणकरणे। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પુદગલ કરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! પુદ્ગલના કરણના પાંચ પ્રકાર છે. યથા- વર્ણકરણ, ગંધકરણ, રસકરણ, સ્પર્શકરણ અને સંસ્થાનકરણ. | ७ वण्णकरणे णं भंते !कइविहे पण्णत्ते?
गोयमा !पंचविहे पण्णत्ते,तंजहा-कालवण्णकरणे जावसुक्किल्लवण्णकरणे। एवं भेदो- गंधकरणे दुविहे, रसकरणे पंचविहे, फासकरणे अट्ठविहे । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વર્ણકરણના કેટલા પ્રકાર છે?
ઉત્તર- હે ગૌતમ! વર્ણકરણના પાંચ પ્રકાર છે. યથા– કૃષ્ણવર્ણકરણ યાવત શુક્લવર્ણકરણ. આ રીતે પુદ્ગલકરણના વર્ણાદિના ભેદોનું કથન કરવું. તે અનુસાર બે પ્રકારના ગંધ કરણ, પાંચ પ્રકારના રસકરણ અને આઠ પ્રકારના સ્પર્શકરણ છે. |८ संठाणकरणे णं भंते ! कइविहे पण्णत्ते? गोयमा ! पंचविहे पण्णत्ते, तंजहापरिमंडलसंठाणकरणे जाव आयत संठाण करणे ॥ सेवं भंते ! सेवं भंते ! ॥ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! સંસ્થાનકરણના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! સંસ્થાનકરણના પાંચ પ્રકાર છે. યથા– પરિમંડલ સંસ્થાનકરણ યાવત આયત સંસ્થાન કરણ. // હે ભગવન્! આપ કહો છો તેમજ છે, આપ કહો છો તેમજ છે. તે વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં પુગલ કરણનું નિરૂપણ છે. તેના પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, આઠ સ્પર્શ, પાંચ અજીવ સંસ્થાન તે ૨૫ ભેદ છે. શાસ્ત્રકારે પૂર્વ સૂત્રોમાં જીવ કરણનું સ્વરૂપ દર્શાવી અહીં પુદ્ગલ કરણનું સ્વરૂપ દર્શાવ્યું છે. કરણ અને નિવૃત્તિમાં તફાવત– ઉદ્દેશક-૮માં નિવૃત્તિનું સ્વરૂપ અને તેના ભેદ પ્રભેદોનું દર્શન કરાવ્યું છે. પ્રસ્તુત નવમા ઉદ્દેશકમાં કરણનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદો દર્શાવ્યા છે. બંનેના ભેદ-પ્રભેદમાં ઘણી સમાનતા છે. તેમ છતાં તેના સ્વરૂપમાં ભિન્નતા છે. કરણ એટલે ક્રિયા તે વ્યુત્પત્તિ અનુસાર કરણ પણ ક્રિયા સ્વરૂપ છે અને નિવૃત્તિ એટલે નિષ્પત્તિ, ઉત્પત્તિ થવી. તે પણ ક્રિયા સ્વરૂપ છે પરંતુ કરણ તે ક્રિયાનો પ્રારંભ છે અને નિવૃત્તિ તે ક્રિયાની પૂર્ણતા છે. આ રીતે બને ક્રિયા સ્વરૂપ છે, તેમ છતાં તેના સ્વરૂપમાં ભિન્નતા છે. તે ઉપરાંત નિવૃત્તિમાં જીવ પરિણામોની નિયમા છે. જ્યારે કરણમાં પૌગલિક સંયોગની નિયમ છે. સાધનરૂપ કરણ જીવથી સર્વથા ભિન્ન પણ હોય શકે છે. જેમ કે શસ્ત્ર, અસ્ત્ર વગેરે સાધનો. તેમજ પૌદ્ગલિક કરણ-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, અજીવ સંસ્થાન વગેરે જડ સ્વરૂપ છે. જ્યારે નિવૃત્તિનો કોઈ પણ ભેદ જીવથી સર્વથા ભિન્ન નથી. તેમાં વર્ણાદિ નિવૃત્તિનું જ કથન છે, તેમાં જીવ શરીરના જ વર્ણાદિનું ગ્રહણ કર્યું છે.