________________
શતક–૧૯: ઉદ્દેશક-૯
[૫૧૧]
શતક-૧૯: ઉદ્દેશક-૯
કરણ
કરણના ભેદ-પ્રભેદ:| १ | कइविहे णं भंते ! करणे पण्णत्ते? गोयमा ! पंचविहे करणे पण्णत्ते,तं जहादव्वकरणे,खेत्तकरणे, कालकरणे, भवकरणे,भावकरणे। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! કરણના કેટલા પ્રકાર છે? ઉત્તર-હે ગૌતમ! કરણના પાંચ પ્રકાર છે, યથા- દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાલકરણ, ભવકરણ અને ભાવકરણ. | २ णेरइयाणं भंते ! कइविहे करणे पण्णते? गोयमा ! पंचविहे करणे पण्णत्ते, तंजहा- दव्वकरणे जावभावकरणे । एवं जाववेमाणियाणं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! નૈરયિકોને કેટલા પ્રકારના કરણ છે? ઉત્તર- હે ગૌતમ ! પાંચ પ્રકારના કરણ છે. દ્રવ્યકરણ યાવતુ ભાવકરણ. આ રીતે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં કરણના ભેદ-પ્રભેદ અને ૨૪ દંડકમાં પ્રાપ્ત થતાં કરણોનું કથન કર્યું છે. કરણ :- જેના દ્વારા કોઈ પણ ક્રિયા કરાય તેને કરણ કહે છે. તેમજ ક્રિયા કરવાના સાધનને કરણ કહે છે. અપેક્ષાએ ક્રિયા તે જ કરણ છે. દ્રવ્યકરણ:- દાતરડું, ચાક આદિ દ્રવ્યકરણ છે. તે છેદનક્રિયામાં નિમિત્ત ભૂત બને છે. તેથી તેને કરણ કહે છે. ઘાસની સળીથી ચટાઈ આદિનું બનાવવું તે ક્રિયારૂપ દ્રવ્યકરણ છે. પાત્ર આદિ દ્રવ્યમાં કોઈ વસ્તુને બનાવવી તે પણ દ્રવ્યકરણ છે. ક્ષેત્રકરણ - ક્ષેત્રરૂપ કરણ– જેમ બીજની નિષ્પત્તિમાં ક્ષેત્ર મહત્તમ કારણ છે. તેથી તે ક્ષેત્રકરણ છે. કાલકરણ - કાલરૂપ કરણ અથવા કોઈ કાલ વિશેષમાં કાર્ય કરવું તે કાલકરણ છે. જેમ કે વર્ષાઋતુમાં જીવોની ઉત્પત્તિ અધિક થાય છે અહીં જીવોની અધિક ઉત્પત્તિમાં વર્ષાઋતુ કારણભૂત છે. ભવકરણ-જ્યારે કોઈ પણ ક્રિયામાં ભવનિમિત્ત બને તે ભવ કરણ છે. જેમ કે દેવભવમાં દીર્ઘકાલ પછી આહારની ઇચ્છા થવી. ભાવકરણ:- ભાવરૂપ કરણ. ઉદય આદિ ભાવ કે રાગદ્વેષાદિ ભાવ નિમિત્તે જે પ્રવૃત્તિ થાય તે ભાવકરણ છે. જેમ કે મોહના ઉપશમનથી ત્યાગની ક્રિયા થવી. અહીં ત્યાગની ક્રિયામાં મોહનીય કર્મનો ઉપશમ કારણભૂત છે. ચોવીસ દંડકોમાં આ પાંચ પ્રકારના કરણ હોય છે.