________________
[ પ૧૦]
શ્રી ભગવતી સૂત્ર-૪
શતક ૧૯ઃ ઉદેશક-૯ જે સંક્ષિપ્ત સાર
જે આ ઉદ્દેશકમાં કરણનું સ્વરૂપ અને તેના ભેદ-પ્રભેદનું પ્રતિપાદન છે. * જેના દ્વારા ક્રિયા થાય તે કરણ, ક્રિયામાં જે સાધન નિમિત્ત બને તે કરણ. જેમકે લેખન ક્રિયામાં પેન મહત્તમ નિમિત્ત બને છે તેથી પેનને કરણ કહેવાય. તેમજ ક્રિયા તે જ કરણ-લેખન ક્રિયા કરવી તે કરણ છે. * તેના મુખ્ય ભેદ પાંચ છે. દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાલકરણ, ભવકરણ અને ભાવકરણ. (૧) જ્યારે કોઈ પણ ક્રિયામાં જે દ્રવ્ય નિમિત્ત બને તે દ્રવ્યકરણ. જેમ કે છેદન ક્રિયામાં દાતરડું. (૨) જ્યારે કોઈ પણ ક્રિયામાં ક્ષેત્ર નિમિત્ત બને તે ક્ષેત્રકરણ. જેમ કે રણપ્રદેશમાં અત્યંત તુષાનો અનુભવ થવો. અહીં તૃષાની અનુભૂતિમાં રણપ્રદેશ રૂપ ક્ષેત્ર નિમિત્ત બને છે. (૩) જ્યારે કોઈ કાલ નિમિત્ત બને તે કાલકરણ. જેમ કે ઉનાળામાં ગરમીની અનુભૂતિ થવી. (૪) જ્યારે કોઈ પણ ક્રિયામાં ભવ નિમિત્ત બને તે ભવકરણ. જેમ કે સિંહ, વાઘ, કુતરા, બિલાડી, ગરોળી વગેરે હિંસક પશુઓમાં હિંસક પ્રવૃત્તિ ભવનિમિત્તક હોય છે, માટે તે પ્રવૃત્તિ વિકરણ છે. (૫) જ્યારે કોઈ પણ ક્રિયામાં ભાવનિમિત્ત બને તે ભાવકરણ છે. જેમ કે કર્મબંધની પ્રક્રિયામાં રાગદ્વેષાદિ ભાવ નિમિત્ત બને છે.
આ પાંચ પ્રકારના કરણ ૨૪ દંડકના જીવોને હોય છે. તે ઉપરાંત પાંચ શરીરકરણ, પાંચ ઇન્દ્રિયકરણ, ચાર ભાષાકરણ, ચાર મનકરણ, ચાર કષાયકરણ, સાત સમુઘાતકરણ, ચાર સંજ્ઞાકરણ, છ લેશ્યાકરણ, ત્રણ દષ્ટિકરણ, ત્રણ વેદકરણ, ૨૦ વર્ણાદિ કરણ, પાંચ સંસ્થાન કરણ આદિ કરણના અનેક પ્રકાર થાય છે. જીવને પોતાની ગતિ કે દંડક પ્રમાણે કરણ પ્રાપ્ત થાય છે.