________________
કેવળી ભગવાનને મરણ સમુદ્યાત ન હોય પરંતુ સમુદ્દઘાતમાં આત્મપ્રદેશ બહાર નીકળે છે તેમ આયુષ્ય પૂર્ણ થતાં સર્વાત્મ પ્રદેશો શરીર છોડી બહાર નીકળી જાય છે. આત્મપ્રદેશ બહાર નીકળવાની સામ્યતાના કારણે પ્રજ્ઞાપનાપદ-૩૬માં અને ઔપપાતિક સૂત્રમાં સમુદ્યાત શબ્દનો પ્રયોગ થયો છે. પ્રસ્તુતમાં પણ તે જ રીતે સર્વ આત્મપ્રદેશો સાથે નીકળતા, જીવના મરણ માટે સર્વ સમુદ્યાત શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આવા સંપાદન કાર્ય માટે મનની એકાગ્રતા જોઈએ અને તે માટે એકાંત આવશ્યક બને છે. ગુરુણી મૈયા પૂ. વીરમતીબાઈ મ. સમાજ સંપર્કના અનુષ્ઠાનો, વ્યવહારો પોતાના શિરે લઈ, અમને તેવા વ્યવહારથી નિવૃત્ત રાખી એક પ્રકારે આગમ પ્રકાશનની સેવાજ કરી રહ્યા છે. તે સાથે સંપાદન કામ કરતાં થાકીએ ત્યારે જેમ કોઈ યંત્ર થાકે, ઘસારો લાગે ત્યારે ઊંજણ પૂરવામાં આવે તેમ અમારા ઉત્સાહમાં ઊંજણ પૂરવાનું કામ તેઓશ્રી કરી રહ્યા છે.
પ્રાંતે અમારા આગમ સંપાદન કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ સર્વ ઉપકારીઓ સાથે અમારા જન્મદાતા સંસ્કારદાતા માતા-પિતાના ઉપકારને સ્મરણમાં લાવી તેઓને અમારા કાર્યના યશભાગી બનાવીએ છીએ.
સદા ઋણી માત-સાત ચંપાબેન-શામળજીભાઈ કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ શું પૂ. મુક્ત-લીલમ ગુસ્સીશ્રી ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ કરું કષાયોનું શમન.
સદા ઋણી માતતાત લલિતાબેન-પોપટભાઈ
કર્યું તમે સુસંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી !
આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત-લીલમ-વીર ગુસ્સીશ્રી
ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન
દેવગુધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન.
51