________________
પૂછવાનું કારણ એ છે કે અનશન આરાધકે જો મોકનીય કર્મ ક્ષય કર્યું હોય તો તે મોક્ષે જ જાય. મોકનીય કર્મ સંપૂર્ણ ક્ષય ન થવાથી તે દેવાદિ ગતિમાં જાય અને ત્યાં મોકનીયાદિ કર્મના કારણે જ શરીર બનાવવા આહાર ગ્રહણ કરવો પડે છે. મોકનીય કર્મના ઉદયની ઉપસ્થિતિમાં આહારાદિ સર્વ કાર્ય આસકિત વૃદ્ધિવાળા જ કહેવાય છે. અહીં ઓજ આહારની વાત છે. કવલાહાર કે સ્કૂલ આહારની વાત નથી. ઉત્પત્તિના પ્રથમ સમયે નૂતન શરીર બનાવવા આહાર(શરીર યોગ્ય પુદ્ગલો)શીઘ્ર ગ્રહણ કરે છે અને તત્પશ્ચાત્ પર્યાપ્તિઓ પૂર્ણ થઈ જતાં પુદ્ગલ ગ્રહણ કાર્ય મંદ થઈ જાય છે. આ સૂત્રમાં આસક્તિ વગેરેનો અર્થ શીઘ્ર ગ્રહણ અને આસક્તિ રહિતનો અર્થ મંદ ગ્રહણ કરવાનો છે. ઉપલક્ષણથી આ વિધાન સર્વ જીવો માટે લાગુ પડે છે.
શતક ૧૬/૫ /૧માં વિધાન છે દેવો બોલવું, ચાલવું આદિ સર્વ ક્રિયા બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને જ કરી શકે છે. સ્થાનાંગસૂત્ર સ્થાન–૩/૧/૨(પેજ.૧૪૯)માં બાહ્ય પુદ્ગલો ગ્રહણ કર્યા વિના વિક્રિયા-વિભૂષા કરવાનું વિધાન છે. આ પરસ્પરના વિરોધને દૂર કરવા વિચારણા કરી અને અંતે સમાધાન મેળવ્યું કે સ્થાનાંગ સૂત્રમાં વ્યવહારથી કથન છે અને અહીં ભગવતી સૂત્રમાં નિશ્ચયથી કથન છે. હાથ વગેરે હલાવવા, સૂવા વગેરેમાં સ્થૂલ દષ્ટિ એ કોઈ પુદ્ગલ ગ્રહણ કરવા પડતા નથી પરંતુ સૂક્ષ્મ દષ્ટિએ સમયે-સમયે કાયવર્ગણા—શરીર યોગ્ય પુદ્ગલો ગ્રહણ થતાં રહે છે અને તે પુદ્ગલો ગ્રહણ કર્યા વિના એક પણ ક્રિયા સંભવે નહીં. આમ ભિન્ન-ભિન્ન અપેક્ષાએ વિરોધી લાગતા બંને કથનમાં વિરોધ રહેતો નથી.
શતક ૧૭/૬/૨માં મારણાંતિક સમુદ્દાતમાં દેશ સમુદ્દાત અને સર્વ સમુદ્દાત આ બે ભેદોનું કથન છે. તેમાં દેશ સમાતમાં તો આત્મપ્રદેશો શરીરમાંથી બહાર ઉત્પત્તિસ્થાન સુધી ફેલાય છે, તેથી તેને સમુદ્દાત કહેવું, ઉચિત અને સહજ સુગમ્ય છે. પરંતુ સર્વ સમુદ્દાતમાં આયુષ્યપૂર્ણ થતાં આત્માનું સર્વાત્મપ્રદેશ સાથે શરીર છોડીને નીકળી જવું, તેને સર્વ સમુદ્દાત કહેલ છે, તેમાં સમુદ્દાતનું લક્ષણ ટિત થતું નથી તો તેને . સમુદ્દાત । કેમ કહેવાય ? આ પ્રશ્નની વિચારણા કરતાં અન્ય આગમો તરફ દષ્ટિપાત કરતાં જણાયું કે પ્રજ્ઞાપના પદ–૩માં કષાય સમુદ્દાતના અલ્પબહુત્વમાં સવ્વસ્થોવા નીવ અષાય સમુëાળ સમોહયા સૂત્ર પાઠ છે– અકષાય સમુદ્દાતના જીવો સર્વથી થોડા છે. અહીં સમુદ્ધાત રહિત સર્વ અકષાયી જીવો(મનુષ્યો) માટે સમુદ્દાત શબ્દનો પ્રયોગ થયો છે. તે જ રીતે ઉવવાઈ સૂત્રમાં કેવળી ભગવાનના મૃત્યુ માટે ‘મરણ સમુદ્ધાત’ શબ્દ પ્રયોગ છે. મારણાંતિક સમુદ્દાત ૬ ગુણસ્થાન સુધી જ હોય,
50