________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા દીપકની જ્યોતને અખંડ જલતી રાખવા સમયે-સમયે તેમાં સ્નેહનું સિંચન જરૂરી બને છે. ભગવાન મહાવીર સ્વામીએ શ્રુતજ્ઞાનની જલતી જ્યોત ચતુર્વિધ સંઘને આપી છે. જે જ્યોત હજારો વર્ષ સુધી સાધકોના આત્મપથ, મોક્ષમાર્ગ પર પ્રકાશ પાથરતી રહેશે. પ્રારંભમાં સ્મૃતિના સથવારે ગુરુ-શિષ્ય પરંપરાથી વહન થતી આ શ્રુત
જ્યોતને વાચનાઓ દ્વારા, કાલ પ્રભાવે સ્મૃતિની મંદતા અનુભવાતા લિપિબદ્ધ કરાવવા દ્વારા અને તત્પશ્ચાતું મુદ્રણયુગ શરૂ થતાં આ શ્રુતજ્ઞાનને મુદ્રિત કરાવવા દ્વારા સ્નેહ સિંચન થતું રહ્યું છે. ગુરુપ્રાણ આગમ બત્રીસી પ્રકાશનનું આ કાર્ય પણ શ્રુતજ્ઞાનની અખંડ જ્યોતને સ્નેહ સિંચવાનું જ એક કાર્ય છે.
એક સુભગ પળે આ કાર્ય શરૂ થયું. ગુરુણી મૈયા પૂ. લીલમબાઈ મ. એ સંપાદનની જવાબદારી સ્વીકારી અને સોનામાં સુગંધ ભળે તેમ સંપાદન કાર્યમાં આગમજ્ઞ આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.નો સુયોગ સાંપડ્યો અને અનેક વિધ અભિગ્રહો સાથે તેઓશ્રી સંપાદન કાર્યમાં લીન બની ગયા. અમારી શક્તિને આગમમાં જોડવા જ સહસંપાદિકા રૂપે તેઓએ અમારી વરણી કરી. સહસંપાદનના આ કાર્ય દ્વારા અમે આગમ સેવા, શ્રુત સેવાનો યત્કિંચિત્ લાભ પામ્યા છીએ, તે અમારું પરમ સૌભાગ્ય છે.
સંસ્કૃત ટીકા(વૃત્તિઓ) આગમના અન્ય અનેક સંસ્કરણોનો આધાર લઈ ચાર્ટ, કોષ્ટકો, આકૃતિઓ દ્વારા આગમના ગુજરાતી અનુવાદને લોકભોગ્ય બનાવવા અમે સહુ પુરુષાર્થશીલ બન્યા. અમારા સહિયારા આ સંપાદન કાર્ય દરમ્યાન કોઈ પ્રશ્ન ઉઠે કે કોઈ શંકા જાગે ત્યારે અમો ચારે ય સાથે મળી તેનું સમાધાન મેળવીએ છીએ. જેમ કે શતક ૧૪//૧૦માં વિધાન છે. કોઈ અણગાર અનશનપૂર્વક આયુષ્યપૂર્ણ કરી દેવાદિ ભવને પ્રાપ્ત કરે ત્યારે પ્રારંભના સમયમાં મૂચ્છિત ગૃદ્ધ અને આસક્તિ પૂર્વક આહાર ગ્રહણ કરે છે અને પછી આસક્તિ આદિ રહિત થઈ આહાર ગ્રહણ કરે છે. અહીં પ્રશ્ન થાય કે અનશન આરાધકે તો આસક્તિને મંદ કરી હોય તો પ્રથમ ક્ષણે આસક્તિપૂર્વક આહાર કેમ ગ્રહણ કરે? અને પશ્ચાતુ આસક્તિ મંદ થાય, તેમ કેમ બને? અમે સમાધાન મેળવ્યું આ વિધાન સર્વ જીવો માટે હોવા છતાં અનશન ધારક અણગારને લઈ પ્રશ્ન
49